doctor naresh trehan explain how you can stay safe from the new omicron variant of corona
  • Home
  • Top News
  • OMICRON સંક્રમિત અન્ય 20ને કરે છે પોઝિટિવ, જાણો કેટલો ખતરનાક

OMICRON સંક્રમિત અન્ય 20ને કરે છે પોઝિટિવ, જાણો કેટલો ખતરનાક

 | 8:30 am IST
  • Share

  • OMICRONનો R વેલ્યૂ અન્ય વેરિઅન્ટથી વધારે

  • ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ અન્ય 20 લોકોને કરે છે પોઝિટિવઃ ડો.ત્રેહાન

  • નવો વેરિઅન્ટ બાળકો માટે બની શકે છે ખતરારૂપઃ ડો. ત્રેહાન

 

 

ડોક્ટરે કહ્યું કે કેવી રીતે ઓમિક્રોનથી બચી શકે છે લોકો

ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યક્તિ અન્ય 20 લોકોને પોઝિટિવ કરી શકે છે. કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત 2 લોકો મળ્યા છે. સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ભારત સરકારે અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે અને આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સને પણ બંધ રાખવાનું નક્કી કર્યું છે.

 

સંક્રમિત દેશથી આવનારા લોકોની સંખ્યા વધી

જરૂરી પ્રોટોકોલના પાલન બાદ પણ જોખમવાળા દેશથી આવનારા યાત્રીઓના કારણે સંક્રમિતની સંખ્યા વધી રહી છે. દેશના જાણીતા ડોક્ટર અને મેદાંતાના સંસ્થાપક ડો. ત્રેહાને ઓમિક્રોન વેરિઅન્ટને લઈને મહત્ત્વની જાણકારી આપી છે અને લોકોને સાવધાન રહેવા કહ્યું છે. તેઓએ કહ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18-20 લોકોને કોરોના પોઝિટિવ કરી શકે છે. તેની પાછળનું કારણ આપતાં તેઓએ કહ્યું કે ઓમિક્રોનનો આર વેલ્યૂ અન્ય વેરિઅન્ટની તુલનામાં વધારે છે.

વેક્સીનેશન સિવાય કોઈ વિકલ્પ નહીં

ડોક્ટર ત્રેહાને લોકોને કોરોનાના નવા વેરિઅન્ટથી સુરક્ષિત રહેવાની સલાહ આપતા કહ્યું કે અમારી પાસે વેક્સીનેશન સિવાય કોઈ વિકલ્પ નથી કેમકે તેનાથી ન્યૂનતમ સુરક્ષા જળવાઈ રહે છે. તેઓએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ચેતવણી આપી છે કે તેને વિશે જાણવા અને રોકવા માટે વધારે ડેટાની જરૂર છે. નવા ઓમિક્રોનની સામે યાત્રા પ્રતિબંધને લઈને પણ સવાલ થયા છે જેના કારણે ભારત દ્વારા પ્રતિબંધ મૂકવો જરૂરી હોઈ શકે છે. આ સમયે સ્વાસ્થ્ય કર્મીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવે તે જરૂરી છે.

 

નવા વેરિઅન્ટથી બાળકોને માટે વધી ચિંતા

નવા વેરિઅન્ટથી બાળકોને લઈને ચિંતામાં વધારો થયો છે. ડોક્ટર ત્રેહાનનું કહેવું છે કે આ ચિંતાજનક સ્થિતિ છે. અમારી પાસે બાળકો માટે હાલમાં કંઈ નથી. એવામાં શાળાઓ બંધ રાખી શકાય છે. પેનિક થવાની જરૂર નથી પણ સચેત રહેવું જરૂરી છે.

ઓમિક્રોનથી બચવાના જાણો ઉપાયો

  • વાયરસથી બચવા લોકોએ જલ્દી જ બંને ડોઝ લઈ લેવા જોઈએ.
  • સતત સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહેવું.
  • વેક્સિન ભલે સંપૂર્ણ સુરક્ષા ન આપે પણ ન્યૂનતમ સુરક્ષા આપી શકે છે.
  • વેક્સિનના બંને ડોઝ લો, માસ્ક પહેરીને જ બહાર જાઓ, ઘરમાં બીમાર કે વૃદ્ધ સભ્યોથી દૂર રહો.
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, ભીડમાં જવાનું ટાળો.

 

ઓમિક્રોનના લક્ષણો દેખાવા પર સાવધાનીઓ રાખો

ડેલ્ટા વેરિએન્ટ કરતા 5 ગણો વધુ શક્તિશાળી છે, મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની આના પર અસર થતી નથી, ઓમિક્રોનના અત્યાર સુધીમાં 50 મ્યુટેશન થઈ ચુક્યા છે. સ્પાઈક પ્રોટીન મ્યુટેશનથી વેક્સિનને બેઅસર કરે છે. તેના પર રોગપ્રતિકારક શક્તિની અસર થતી નથી.

આ અસર જોવા મળતી નથી

કોરોનાના બીજા વેરિએન્ટના સંક્રમણ થવા પર સ્વાદ અને સુગંધની ક્ષમતા પર અસર થતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણો જોવા નથી મળતા. ભલે ગળામાં ખરાશ રહે છે, પરંતુ કફની સમસ્યા જોવા નથી મળતી.

ઓમિક્રોનના લક્ષણો

ડેલ્ટા વેરિએન્ટથી અલગ છે ઓમિક્રોનના લક્ષણો સ્નાયુઓમાં દુઃખાવો, હલકો તાવ, ગળામાં ખરાશ, થાક, માથાનો દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ઘણા લોકોમાં કોઈ જ લક્ષણો જોવા મળતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો