Doctors from eight GMERS hospitals in Gujarat have been protesting since the 11th
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં આઠ GMERS હોસ્પિટલોના ડોક્ટર્સે 11મીથી આંદોલનની ચિમકી ઉચ્ચારી, જાણો તેમની પડતર માંગણીઓ શું છે?

ગુજરાતમાં આઠ GMERS હોસ્પિટલોના ડોક્ટર્સે 11મીથી આંદોલનની ચિમકી ઉચ્ચારી, જાણો તેમની પડતર માંગણીઓ શું છે?

 | 7:08 am IST
  • Share

રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ટ વધારામાં સરકારનો અણઘડ વહિવટ બહાર આવ્યો છે. GMERS હેઠળની ૮ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં સેવારત ડોક્ટરોએ પગાર, ભવિષ્ય નિધી જેવી અનેક માંગણીઓ પડતર છે ત્યારે સરકારે શિક્ષકો કરતા વિદ્યાર્થીને વધુ પગાર આપીને સરકારે પોતાની સાથે ભારે ભેદભાવ કર્યાની મુખ્યમંત્રી સમક્ષ રાવ નાંખી છે. ડોક્ટરોની ૫૦ ટકા ભરતી સહિતના પ્રશ્નો નહિ ઉકેલાય તો GMERS ફેકેલ્ટી એસોસિયેશન ૧૧મી મેથી દર્દીઓની સારવાર રઝળી ન પડે એ માટે હડતાલ ઉપર જવાને બદલે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર, સોલા, ગોત્રી, વડનગર સહિત ગુજરાત સરકારની મેડિકલ સોસાયટી- GMERS સંચાલિત આઠ જેટલી હોસ્પિટલ છે. ૫૦૦થી વધારે ડોક્ટરો સેવારત છે. મુખ્યમંત્રીને રજૂઆત કરવા મંગળવારે ગાંધીનગર આવેલા ફેકેલ્ટી એસોસિયેશના હોદ્દેદારોએ ૫૦ ટકા ડોક્ટરોની નિમણૂંકો થતી નથી તો પણ બેડ બમણા કરી દેવાયા છે.

કોરોનાની મહામારીમાં ૫૦૦થી વધારે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અનેક અભાવો વચ્ચે દિવસરાત કાર્યરત છે. ભરતી નહિ થાય તો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાથી ગુજરાતને શ્રેષ્ઠ ડોક્ટર્સ નહિ મળે તે નક્કી છે. એક તરફ નવી ભરતી થતી નથી.

બીજી તરફ જે ડોક્ટરો કામ કરી રહ્યા છે તેમને સાતમા પગાર પંચનું એરિયર્સ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં આપવાનું કહીને હજી સુધી ચુકવાતુ નથી. એટલુ ઓછુ હોય તેમ જીવના જોખમે કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારે મે- ૨૦૨૦માં સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલના ડોક્ટરોને રૂ.૨૫,૦૦૦ પ્રોત્સાહનરૂપે માનદ મહેનતાણું આપવાનું કહ્યા બાદ GMERSના ૯૦ ટકા ડોક્ટરોને આપ્યુ નથી !

એક વર્ષથી એક પણ રજા લીધા વગર કામ કરતા ડોક્ટરોને પ્રોત્સાહનને બદલે રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટને રૂ.૨.૫૦ લાખ અને સ્મ્મ્જીને રૂ.૧.૨૫ લાખના પગારે નિમણૂંક કરવા નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન