Dog Teach How To Use A Face Masks To Protect Against Corona virus Video Gone Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘જો પ્રાણી સમજી શકતું હોય તો, ભઈ તમે તો સમજુ છો’, આ ડોગીની કરામતનો Video લોકોએ વખાણ્યો

‘જો પ્રાણી સમજી શકતું હોય તો, ભઈ તમે તો સમજુ છો’, આ ડોગીની કરામતનો Video લોકોએ વખાણ્યો

 | 10:13 am IST

કોરોના વાયરસના પ્રકોપના રોકવા માટે આજે આખા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર લોકડાઉન કરી નાંખવામાં આવ્યું છે, પરંતુ અમુક એવા પણ લોકો છે જે આવી કપરી સ્થિતિમાં પણ કોઈનું માન્યા વગર રસ્તાઓ પર નીકળી પડે છે. માત્ર એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટેંસિંગ (Social Distancing)ના નિયમો તોડીને ઘરની બહાર માસ્ક લગાવ્યા વગ બિદાસ્ત ફરી રહ્યા છે. આવા લોકો માટે હરિયાણાના આઈપીએસ અધિકારી પંકજ નૈને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં એક નાનું ડોંગી પોતાના મોઢા પર માસ્ક પહેરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયો પંકજ નૈને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે આ પ્રાણી કરી શકે છે તો તમે કેમ નહીં. પંકજ નૈન વધુમાં લખે છે કે, પોતાની સુરક્ષાની સાથે સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખો..

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકડાઉનના નિયમ તોડનાર લોકો માટે આઈપીએસ પંકજે એક અલગ અંદાજની રીત શોધીને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રસ્તા પર પોલીસ બંદોબસ્તમાં પોલીસ પોતાની લાકડીઓને સેનેટાઈઝ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને શેર કર્યા બાદ પંકજ ઘણા અહેવાલામાં ચમક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન