Donald Trump awarded G7 Summit to his resort in Doral
  • Home
  • Top News
  • ટ્રમ્પના વૈભવી રિસોર્ટમાં આગામી G-7 સમિટ, વ્હાઇટ હાઉસે અત્યારથી કહી દીધું આ મુદ્દો એજન્ડામાં નહીં રહે

ટ્રમ્પના વૈભવી રિસોર્ટમાં આગામી G-7 સમિટ, વ્હાઇટ હાઉસે અત્યારથી કહી દીધું આ મુદ્દો એજન્ડામાં નહીં રહે

 | 4:05 pm IST
  • Share

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે જૂનમાં ગોલ્ફ રિસોર્ટમાં G-7 શિખર સંમેલનની યજમાની કરશે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવેનીએ આ અંગે કહ્યું કે કલાઈમેટ ચેન્જ સમિટ એજન્ડામાં નહીં હોય. ફ્લોરિડામાં આવેલા ‘ટ્રમ્પ નેશનલ ડોરલ’ રિસોર્ટમાં યોજાશે. આ સમિટ આવતા વર્ષે 10 થી 12 જૂનની વચ્ચે યોજાશે.

અમેરિકાના ડેમોક્રેટ્સ પક્ષે ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા કહ્યું કે વ્યક્તિગત લાભ માટે રાષ્ટ્રપતિએ તેમના પદનો દૂરઉપયોગ કરી રહ્યાં છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મુલવેનીએ કહ્યું કે, ડોરલ આ બેઠક માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. આ પહેલા ટ્રમ્પ પ્રશાસને બેઠક માટે પ્રસ્તાવિત 10 સ્થળોની તપાસ કરી હતી. ટ્રમ્પના તર્ક પ્રમાણે તેમનો રિસોર્ટ એરપોર્ટની નજીક છે આ ઉપરાંત તેમા દરેક પ્રતિનિધિમંડ માટે અલગ અલગ બિલ્ડિંગ છે.

ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના રેકોર્ડ પ્રમાણે વોશિંગ્ટન એરપોર્ટ પાસે આવેલા રિસોર્ટ-ઓફિસમાં તાજેતરના વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પહેલા અમેરિકામાં 2012મા G-7 સમિટ યોજાઈ હતી

G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટેન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ છે. આ સમિટ અમેરિકામાં છેલ્લે 2012માં યોજાઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મેરીલેન્ડના કેપ ડેવિડની બિલ્ડિંગમાં સમિટનું આયોજન કર્યું હતું. 2004માં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે જ્યોર્જિયાના સી આઈલેન્ડ રિઝોર્ટમાં તેનું આયોજન કર્યું હતું. આ વર્ષે G-7 ઓગસ્ટમાં ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં યોજાઈ હતી.

આ વીડિયો પણ જુઓ – કમલેશ તિવારીની હત્યાનું સુરત કનેકશન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો