શરાબ જોઈને ચોરનું મન લલચાયું, ટલ્લી થયો ને પકડાઈ ગયો! - Sandesh
  • Home
  • India
  • શરાબ જોઈને ચોરનું મન લલચાયું, ટલ્લી થયો ને પકડાઈ ગયો!

શરાબ જોઈને ચોરનું મન લલચાયું, ટલ્લી થયો ને પકડાઈ ગયો!

 | 6:31 am IST

। મુંબઈ ।

મુંબઈમાં એક ચોર ચોરી કરવાના ઈરાદે એક બંધ ફ્લેટમાં ઘૂસી ગયો હતો પણ ઘરમાં શેમ્પેનની બોટલો જોઈને એનું મન એટલું લલચાઈ ગયું કે તે ત્યાં જ શરાબ પીવા માંડયો હતો અને એના નશામાં એ ટલ્લી થઇને સૂઈ ગયો હતો. સવારે ઘરનોકરો આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી અને પોલીસને બોલાવવામાં આવતાં ચોર પકડાઈ ઔગયો હતો.

મુંબઈના પોશ ગણાતા મરીન ડ્રાઇવ વિસ્તારના ગિરિકુંજ બિલ્ડિંગમાં સંજીવ વર્મા નામનો એક ચોર બિઝનેસમેનના ફ્લેટમાં બાલ્કનીના માર્ગે ચોરી કરવા ઘૂસી ગયો હતો. ઘરમાં કોઈ નહોતું અને તેણે જોયું કે ઘરમાં શેમ્પેનની બોટલો છે. આ બોટલો જોઈને તેણે વિચાર્યું કે પહેલાં થોડીક પી લઇએ પછી ચોરી કરીશ. ચોરે માપ બહાર શરાબ પીવાનું શરૂ કરી દીધું. શરાબનો નશો તેને એટલો ચડી ગયો કે તે બેહોશ થયો અને ત્યાં જ ઊંઘી ગયો. સવારે જ્યારે નોકરો આવ્યા ત્યારે તેમણે ઘરનો દરવાજો અંદરથી બંધ જોયો. તેમણે પોલીસને બોલાવી. ઘરનો દરવાજો ખોલીને જોયું તો સંજીવ નશાની હાલતમાં મળી આવ્યો હતો.

ઘર નોકરોએ જણાવ્યું હતું કે શેમ્પેનની કેટલીક બોટલો ફ્રીજમાં  મૂકી હતી. ચોર પકડાયો ત્યારે કેટલીક બોટલો ડસ્ટબિનમાં અને  કેટલીક ખાલી બોટલો ફ્રીજમાં હતી. એના પરથી લાગે છે કે તેણે  ઘણો શેમ્પેન પીધો હતો.

૧૯ વર્ષના ચોર સંજીવ વર્માએ પોલીસને કહ્યું હતું કે ગિરિકુંજ બિંલ્ડિગમાં ૩જા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી હું ચોરી કરવા અંદર ઘૂસ્યો હતો. શરાબની બોટલો જોઈને મારું મન લલચાયું હતું. મેં એટલો બધો શરાબ પી લીધો હતો કે મને પછી કંઇ ખબર જ ન પડી. સવારે અમૂક લોકો અને પોલીસે મને જગાડયો.

ઉલ્લેખનીય છે કે પોલીસે તેની પાસેથી ચપ્પુ જપ્ત કર્યું છે. તેના પર વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને પકડી લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન