દુબઈ એરપોર્ટ ફકત મોટા વિમાનો માટે જ ખુલ્યું, ભારતીય ફલાઈટ વિશે જાણો - Sandesh
  • Home
  • World
  • દુબઈ એરપોર્ટ ફકત મોટા વિમાનો માટે જ ખુલ્યું, ભારતીય ફલાઈટ વિશે જાણો

દુબઈ એરપોર્ટ ફકત મોટા વિમાનો માટે જ ખુલ્યું, ભારતીય ફલાઈટ વિશે જાણો

 | 3:41 pm IST
  • Share

દુબઈ એરપોર્ટ પર બુધવારે વિમાની હોનારત સર્જાયા પછી શુક્રવારે સવારે સાત વાગ્યા સુધી ફક્ત મોટા વિમાનોને લેન્ડિંગ અને ટેકઓફની પરવાનગી અપાશે. આ કારણે ભારતીય એરલાઈન્સોને ફલાઈટમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

એર ઈન્ડિયાના વિમાનો શારજાહમાં લેન્ડિંગ કરશે. જ્યારે જેટ એરવેઝનું વિમાન શારજાહ અને અબુધાબીમાં ઉતરાણ કરશે. ઈન્ડિગો તથા સ્પાઈસજેટની દુબઈ જતી તમામ ફલાઈટ રદ કરી દેવાઈ છે.

કેન્દ્રના નાગરિક ઉડ્ડયનપ્રધાન અશોક ગણપતિ રાજૂએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફક્ત વાઈડ બોડી વિમાનોને જ ટેકઓફ અને લેન્ડિંગની પરવાનગી અપાશે. 200થી 850 પેસેન્જર્સની ક્ષમતા ધરાવતાં વિમાનોને વાઈડ બોડી વિમાન કહેવાય છે.

અમિરાત એરલાઈન્સનું વિમાન બુધવારે દુબઈ એરપોર્ટ પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં 282 પેસેન્જર્સ અને 12 ક્રૂ મેમ્બર્સ હતાં. જોકે બધાને સુરક્ષિત વિમાનમાંથી બહાર કઢાયા હતાં.

જોકે વિમાનની આગ પર કાબુ મેળવવામાં તેમજ રન વે પરથી તેને દૂર કરવામાં સમય લાગ્યો હતો. આ કારણે છ કલાક સુધી એરપોર્ટ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

ભારતીય સમય પ્રમાણે બુધવારે સાંજે આઠ વાગે વિમાની સેવાઓનો આરંભ થયો હતો, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં વધારે પેસેન્જર્સ ધરાવતાં વિમાને અગ્રતા આપવામાં આવે છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો