Dubai creating its own RAIN to battle 50C heat using ‘zapper drones’
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: UAEમાં કાળઝાળ ગરમી, આગ ઓકતી ધરતી પર ડ્રોનથી કૃત્રિમ વરસાદ પાડ્યો

Video: UAEમાં કાળઝાળ ગરમી, આગ ઓકતી ધરતી પર ડ્રોનથી કૃત્રિમ વરસાદ પાડ્યો

 | 10:58 am IST
  • Share

પૃથ્વી પર સૌથી ગરમ જગ્યાઓમાંથી એક સંયુકત અરબ અમીરાત (UAE)માં પારો 50 ડિગ્રી સેલ્સિયસની પાર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે હવે એક ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગની સાથે મળીને ડ્રોન ટેકનોલોજીની મદદથી અહીં આર્ટિફિશિયલ વરસાદ પડી રહ્યો છે. દેશના હવામાન વિભાગે તેમને મળેલી સફળતાના ફૂટેજ પણ શેર કર્યા છે.

કેવી રીતે પડે છે વરસાદ?

આ ટેકનોલોજી દ્વારા વાદળોને ઇલેક્ટ્રિક શોક અપાય છે તેનાથી વરસાદ પડે છે. આશા છે કે આ ટેકનોલોજીનો ટ્રિગરની જેમ ઉપયોગ કરીને વરસાદની માત્રાને વધારી શકાશે. ડ્રોન ટેકનોલોજીની મદદથી વાદળોને જ્યારે ઇલેક્ટ્રિક શોક અપાય છે તો તેઓ પરસ્પર ભેગા થવા લાગે છે જેથી કરીને વરસાદ પડે છે.

મોસમ કેન્દ્રનું કહેવું છે કે Cloud seeding દ્વારા વરસાદની માત્રાને પણ વધારી શકાય છે. UAE દુનિયાના 10 સૌથી ગરમ દેશોમાંથી એક છે. અહીં વર્ષમાં માત્ર ત્રણ ઇંચ સરેરાશ વરસાદ પડે છે. વરસાદ વધારવા માટે 1.5 કરોડ ડોલરનો પ્રોજેક્ટ ચલાવામાં આવી રહ્યો છે અને Cloud seeding પણ તેનો હિસ્સો છે.

વાદળો પૂરતા છે

આની પહેલાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગના પ્રોફેસર માર્ટીન એબમોમે કહ્યું હતું કે UAEમાં વરસાદ માટે વાદળોની માત્રા પૂરતી છે. ડ્રોન ચાર્જ રિલીઝ કરીને પાણીની ટીપાંઓને એક સાથે ચિપકાવામાં મદદ કરે છે. જ્યારે આ ટીંપા મોટા અને ભારે થઇ જાય છે ત્યારે વરસાદ પડે છે.

આ પ્રોગ્રામના ડાયરેકટર આલયા અલ-મજરોઇએ અરબ ન્યૂઝને કહ્યું હતું કે ઇલેક્ટ્રિક ચાર્જ રીલીઝ કરનાર સાધનો ડ્રોન હવામાં લઇ જાય છે અને ત્યાં વાદળોમાં હલચલ પેદા કરે છે તેનાથી વરસાદ પડે છે. તેના માટે પહેલેથી જ એ જોવામાં આવે છે કે વાદળોની સ્થિતિ શું છે. જેમ કે વાદળો બનતા દેખી શકાય છે, ડ્રોન લોન્ચ કરી દેવામાં આવે છે. એવું પણ નથી કે દરેક વખતે ચાર્જ પર વરસાદ પડે જ છે પરંતુ મોટાભાગે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન