Dubai to host first-ever Miss Universe UAE
  • Home
  • Featured
  • પહેલી વખત દુબઇમાં આયોજીત થશે ‘મિસ યુનિવર્સ UAE’, ભારતીય મહિલાઓ લઇ શકશે ભાગ

પહેલી વખત દુબઇમાં આયોજીત થશે ‘મિસ યુનિવર્સ UAE’, ભારતીય મહિલાઓ લઇ શકશે ભાગ

 | 10:30 am IST
  • Share

  • દુબઇમાં પહેલી વખત મિસ યુનિવર્સ UAE કોન્ટેસ્ટનું આયોજન

  • મિસ યુનિવર્સ UAE માટે અરજી અને પસંદગીની પ્રક્રિયા 7 ઑક્ટોબરથી શરૂ

  • કોઇપણ નાગરિકતાવાળા UAEના તમામ રહેવાસી જેમની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે છે તેઓ રજીસ્ટર કરાવી શકે છે

દુબઇમાં પહેલી વખત સુંદરતાની દુનિયાની સૌથી મોટી હરિફાઇ મિસ યુનિવર્સ UAE કોન્ટેસ્ટનું આયોજન કરવા જઇ રહ્યા છે. મિસ યુનિવર્સ ઑર્ગેનાઇઝેશન એન્ડ યુગેન ઇવેન્ટે ગુરૂવારના રોજ બુર્જ ખલીફાના Armani Ristoranteમાં તેની જાહેરાત કરી. મિસ યુનિવર્સ UAE માટે અરજી અને પસંદગીની પ્રક્રિયા 7 ઑક્ટોબરથી શરૂ થઇ. માત્ર સત્તાવાર વેબસાઇટ પર જઇને તેના માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કોઇપણ નાગરિકતાવાળા UAEના તમામ રહેવાસી જેમની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે છે તેઓ હરિફાઇ માટે રજીસ્ટર કરાવી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને વ્યક્તિગત રીતે કોલ કરીને કાસ્ટિંગ માટે 15 ઑક્ટોબરના રોજ Al Habtoor Palace હોટલ બોલાવામાં આવશે. 20 ઑક્ટોબરના રોજ 30 સ્પર્ધકની જાહેરાત થશે જે હરિફાઇના લાઇવ શોમાં ભાગ લેશે.

ઇઝરાયલમાં થશે આયોજન

ફાઇનલ હરિફાઇ 7 નવેમ્બર 2021ના રોજ અલ હબતૂર શહેરના La Perleમા આયોજીત થશે. ત્રણ કલાકની ઇવેન્ટમાં કેટલાંય રાઉન્ડ હશે. મિસ યુનિવર્સની વિજેતા આંતરરાષ્ટ્રીય મંચ પર જશે, જેનું આયોજન ડિસેમ્બર 2021માં ઇઝરાયલમાં થશે. હાલ મિસ યુનિવર્સ મેક્સિકોની Andrea Meza છે.

180 દેશોમાં થશે પ્રસારણ

મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટની શરૂઆત 1952માં થઇ હતી જે વિશ્વની સૌથી મોટી બ્યુટી સ્પર્ધા છે. 70મી મિસ યુનિવર્સની સ્પર્ધાનું આયોજન ડિસેમ્બરમાં ઇઝરાયલના દક્ષિણ શહેર ઇલાતમાં કરાશે. તેની યજમાની ફરી એકવખત સ્ટીવ હાર્વી કરશે. અમેરિકામાં ‘ફૉક્સ’ ટીવી ચેનલ પર ત્રણ કલાકના કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ સિવાય 180 દેશો અને ક્ષેત્રોમાં પણ તેનું પ્રસારણ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો