Due to the time limit, the Indian shooting team practiced for 20 minutes
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સમયમર્યાદાના કારણે ભારતીય શૂટિંગ ટીમે 20 મિનિટ પ્રેક્ટિસ કરી 

સમયમર્યાદાના કારણે ભારતીય શૂટિંગ ટીમે 20 મિનિટ પ્રેક્ટિસ કરી 

 | 7:56 am IST
  • Share

ટોક્યો । ગેમ્સ શરૃ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે ભારતની ૧૦ મીટર એર રાઇફલના શૂટિંગ ટીમને નિર્ધારિત કરેલી સમયમર્યાદાના કારણે અસાકા શૂટિંગ રેન્જ ઉપર માત્ર ૨૦ મિનિટ પ્રેક્ટિસ કરવાની તક મળી હતી. ભારતના અન્ય શૂટર્સે બે કલાક કરતાં વધારે સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.

અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ સહિત રાઇફલ શૂટર્સને અડધા કલાક કરતાં પણ ઓછા સમય માટે પ્રેક્ટિસ કરવા મળી હતી. આયોજકો દ્વારા એક જ સ્થળે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે અને પ્રત્યેક દેશને ચોક્કસ સમય આપવામાં આવ્યો છે. ભારતના આઠ શૂટર્સની પ્રથમ બે દિવસે ઇવેન્ટ હોવાના કારણે તેઓ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. અપૂર્વી અને ઇલાવેનિલ ઉપરાંત ૧૦ મીટર એર પિસ્તોલ શૂટર્સ સૌરભ ચૌધરી તથા અભિષેક વર્માની પ્રથમ દિવસે ઇવેન્ટ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન