આ કારણોસર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રસોડમાં હોય છે નો એન્ટ્રી - Sandesh
  • Home
  • Lifestyle
  • આ કારણોસર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રસોડમાં હોય છે નો એન્ટ્રી

આ કારણોસર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રસોડમાં હોય છે નો એન્ટ્રી

 | 3:25 pm IST
  • Share

સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં રાત્રે નખ કાપવા પર, કચરો નહીં કાઢવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ જ્યારે આપણે ઘરમાં આ વાત પૂછીએ તો આપણને કોઇ કારણ આપવામાં આવતુ નથી અને તે એક માન્યતા છે એમ કહેવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું આની પાછળ છુપાયેલુ સત્ય શું છે.

પીરિયડ્સમાં મહિલાઓને રસોડામાં નો એન્ટ્રી
પીરિયડ્સમાં હોર્મોનલ પરિવર્તનને કારણે બ્લડ અને સેલ્સની દિવાલ તૂટી જાય છે જેના કારણે તેમને શરીરમાં ખૂબ દુખાવો થાય છે. દુખાવાથી બચવા માટે તેમને આ દિવસોમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કારણે મહિલાઓને રસોડાથી દૂર રાખવામાં આવે છે.

રાતે કચરો વાળવો જોઇએ નહીં
ભારતમાં એવી માન્યતા છે કે, સાંજે કચરો વાળવાથી લક્ષ્મી જતી રહે છે. પરંતુ હકીકતમાં તેની પાછળનું રાઝ એ છે કે, રાત્રે બરોબર ન જોઇ શકવાને કારણે જો કોઇ કિંમતી વસ્તુ ભૂલમાંથી કચરામાં જતી રહી હોય તો તે દેખાય નહિં અને તે ખોવાઇ જાય.

રાત્રે નખ ન કાપવા જોઇએ
હકીકતમાં રાત્રે નખ ન કાપવા પાછળનું તર્ક એવુ હોય છે કે, રાત્રે અંધારું હોવા પર અને વિજળી ઓછી થવા પર તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કપાઇ જાય છે, જેથી તમને તે જગ્યા પર પાકી જાય છે. અને પછી પીડા થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો