during-uttarayan-gujarat- cheek-cut-with-thread neck know here
  • Home
  • Ahmedabad
  • મજા બની સજા! સવારથી દોરીને કારણે આટલા લોકોને ગળામાં ઇજા

મજા બની સજા! સવારથી દોરીને કારણે આટલા લોકોને ગળામાં ઇજા

 | 1:00 pm IST
  • Share

  • ઉતરાયણની મજા બની સજા

  • પતંગની દોરીને કારણે ગળામાં ઇજાના બનાવ

  • 108 મારફતે અપાઇ સારવાર 

ઉત્સાહ અને ઉમંગના પર્વ એટલે ઉત્તરાયણમાં ક્યારેક પતંગ રસિયાઓની મજા પરંતુ ક્યારેક સામાન્ય જનતા માટે સજાનું કારણ બની જાય છે. મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન દોરીને કારણે ગળામાં ઇજા અને અકસ્માતની ઘટના બનતી હોય છે. જ્યારે આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 40ની આસપાસ બનાવો બની ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મોરબી મહેસાણા સહિતની શહેરોમાંથી અનેક આવા બનાવના સમાચાર સામે આવ્યા છે.

જોકે, આ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. જેમાં 108ને 700ની આસપાસ કોલ મળ્યા હતા જેમા 8ની આસપાસ ગળામાં દોરી વાગવના તો 30ની આસપાસ ધાબા પરથી પડવાના બનાવ બન્યા છે. જે લોકોને 108 મારફતે સારવાર આપવામાં આવી છે.

જ્યારે ઉત્સાહ અને ઉમંગના પર્વ એટલે ઉત્તરાયણ માં ક્યારેક પતંગ રસિયાઓની મજા પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓની સજા બની જતું હોય છે દોરીથી પક્ષીઓ ઘાયલ થતાં ઝાડ પણ ઉપર લટકતા જોવા મળતા હોય છે તો અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલ પણ મળ્યા છે. જેમા આશરે 1-2 કોલ મળ્યા છે. જેથી કહી શકાય કે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકો વહેલી સવારથી ધાબે જઇ પતંગ ચગાવી રહ્યા છે. પવન પણ સારી ગતિએ ફૂંકાઇ રહ્યો છે. પરંતુ આ વચ્ચે કોરાનાને ધ્યાનમાં રાખી ઉતરાયણને લઇને ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. આ સિવાય ખાસ કરીને સોસાયટી કે ફલેટના ધાબા પર ફલેટના રહીશો સિવાય બહારના મહેમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ રહેશે, જો આ રીતે પ્રવેશ અપાયો તો સોસાયટીના કે ફલેટના કારભારીઓ સામે પગલે લેવાશે. માસ્ક પહેર્યા વિના ફલેટ કે સોસાયટીને ધાબા પર એકત્ર થઈ શકાશે નહીં. મકાન, ફલેટ, બંગલા કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકશે નહીં કે DJ કે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો