dussehra 2021 date shubh muhurat vijaya dashami three shubh sanyog
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • આ દિવસે ખાસ મૂહૂર્તમાં યોજાશે દશેરા, બનશે 3 વિશેષ સંયોગ

આ દિવસે ખાસ મૂહૂર્તમાં યોજાશે દશેરા, બનશે 3 વિશેષ સંયોગ

 | 7:47 pm IST
  • Share

  • 15 ઓક્ટોબરે યોજાશે દશેરાનો તહેવાર
  • ખાસ મૂહૂર્તમાં યોજાશે દશેરા
  • બનશે 3 વિશેષ સંયોગ

દશેરાના દિવસની સાથે જ નવરાત્રિની પૂર્ણાહૂતિ પણ થાય છે. આ દિવસે દેવીની પ્રતિમાનું વિસર્જન કરાય છે અને અસ્ત્ર અને શસ્ત્રની પૂજા કરાય છે. આ વર્ષે આ ખાસ દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે.

જોડાયેલી છે ખાસ પરંપરા

દશેરા હિંદુઓના પ્રમુખ તહેવારોમાંનો એક છે. પ્રભુ શ્રીરામના હાથે રાવણનો વધ થયા બાદથી તેને ઉજવવાની શરૂઆત થઈ છે. આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર પણ કર્યો હતો અને આ કારણે આ દિવસને વિજયાદશમીના રૂપમાં ઉજવવામાં આવે છે.

જાણો દશેરાના શુભ મૂહૂર્ત

દશેરા 14 ઓક્ટોબરે સાંજે 6.52 મિનિટે શરૂ થશે જે 15 ઓક્ટોબરે સાંજે 6.02 મિનિટ સુધી રહેશે. 15મીએ દશેરાના દિવસે 2.01 મિનિટથી લઈને 2.47 મિનિટનું વિજય મૂહૂર્ત છે. આ સિવાય અપરાહ્ન પૂજનો સમય બપોરે 1.15થી લઈને 3.33 મિનિટનો છે.

શુભ યોગનો સંયોગ

દશેરાના દિવસે આ વર્ષે 3 શુભ સંયોગ બની રહ્યા છે. રવિ યોગ 14 ઓક્ટોબરે સાંજે 9.34 મિનિટે શરૂ થશે જે 16 ઓક્ટોબરની સવારે 9.31 મિનિટ સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 15 ઓક્ટોબરે સવારે 6.02 મિનિટથી લઈને 9.15 મિનિટ સુધી રહેશે. આ સિવાય સૂર્યોદયથી 9.16 મિનિટ સુધી કુમાર યોગ રહેશે. 3 યોગ એક જ દિવસે થવાના કારણે દશેરાના દિવસે તમામ જાતકો માટે પૂજન શુભ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો