Dussehra orders delivery of 1200 motorcycles in Rajkot
  • Home
  • Featured
  • ઓટો ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગિયરમાં: દશેરાએ રાજકોટમાં 1200 મોટરસાયકલની ડિલિવરીના ઓર્ડર!

ઓટો ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગિયરમાં: દશેરાએ રાજકોટમાં 1200 મોટરસાયકલની ડિલિવરીના ઓર્ડર!

 | 3:43 pm IST
  • Share

  • દોઢ વર્ષ બાદ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તહેવારની ચમક જોવા મળી

  • રાજકોટમાં દશેરાના દિવસે જ 1200 જેટલી મોટરસાયકલની ડિલિવરી માટે ઓર્ડર થયા છે.

  • વેપારીઓને આશા છે કે દિવાળી પણ આવી જ તેજી વળી જાય તો દોઢ વર્ષનો ખાંચો પુરાઈ શકે છે.

     

રાજકોટમાં નવરાત્રી અને દશેરા પર્વ પર વાહનોની મોટાપાયે ખરીદી થઇ રહી છે. દશેરાના દિવસે જ 1200 જેટલી મોટરસાયકલની ડિલિવરી માટે ઓર્ડર થયા છે. દોઢ વર્ષ બાદ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તહેવારની ચમક જોવા મળી છે. નવરાત્રી દરમિયાન રોજ 10 ગાડીઓ વેંચાઇ છે. તો દશેરા ઉપર નવા ટુ-વ્હીલરનું બુકીંગ અને ડિલિવરી માટે ભારે રસ જોવા મળ્યો છે.દશેરાએ નવા વાહનની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે અને તેનો લાભ પણ ગ્રાહકો લઈ રહ્યા છે. દિવાળીમાં પણ વેપારીઓ આજ રીતની તેજીની આશા રાખી રહ્યાં છે..

નવરાત્રી અને દશેરાના તહેવાર ઉપર ઓટો ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેરમાં દોડી રહી છે. રાજકોટમાં દશેરાના દિવસે જ 1200 જેટલી મોટરસાયકલની ડિલિવરી માટે ઓર્ડર થયા છે. દોઢ વર્ષ બાદ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તહેવારની ચમક જોવા મળી છે. ઓટો સેગમેન્ટમાં ગ્રાહકોની ચોઇસ પણ બદલાઈ છે.

હવે ઇકોનોમિક રીતે પોસાય તેવા બાઈકની ખરીદી પણ થવા લાગી છે. જેમાં એવરેજનું પણ ધ્યાન ગ્રાહકો રાખી રહ્યા છે. કોરોનાકાળ બાદ પહેલા એવા દશેરા આવ્યા છે જેમા એક હજારથી વધુ અલગ અલગ સેગમેન્ટના ટુ વ્હીલરનું બુકીંગ માત્ર દશેરાએ ડિલિવરી માટે થયું હોવાનું ઓટો સેગમેન્ટ સાથે જોડાયેલ ડીલર જણાવી રહ્યા છે..

અત્રે નોંધનીય છે કે, દશેરાએ ઓટો સેગમેન્ટની ગાડી તો દોડવા લાગી છે. સાથે જ વેપારીઓ આશા રાખી રહ્યા છે કે દિવાળી પણ આવી જ તેજી વળી જાય તો દોઢ વર્ષ નો ખાંચો પુરાઈ શકે છે..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો