Dussehra sold 19,500 two-wheelers and 6,800 cars in Gujarat
  • Home
  • Ahmedabad
  • પેટ્રોલના ભાવ વધારાને અવગણી રાજ્યમાં દશેરાએ 19,500 ટુ વ્હીલર અને 6,800 કારનું વેચાણ

પેટ્રોલના ભાવ વધારાને અવગણી રાજ્યમાં દશેરાએ 19,500 ટુ વ્હીલર અને 6,800 કારનું વેચાણ

 | 8:30 am IST
  • Share

  • સમગ્ર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં 39,000 ટુ વ્હીલર જ્યારે 14,000 કાર વેચાઈ

  • કોરોના બાદ તેજીનો સંચાર : અમદાવાદમાં દશેરાએ 5,100 ટુ વ્હીલર, 1,900 કાર વેચાઇ

     

નવરાત્રિના નવ દિવસોમાં વાહનોની ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી હતી. માત્ર આજે દશેરાના શુકનવંતા દિવસે જ અમદાવાદમાં 5,100 ટુ-વ્હીલર અને 1,900 કારનું વેચાણ થયું હતું. કોરોનાની અસરના કારણે ગત વર્ષે વેચાણ થયું નહોતું. મોટાભાગનો સમય લોકડાઉન રહ્યું હોવાના કારણે શો-રૂમો પણ બંધ રહ્યાં હતા. કોરોનાની બીજી લહેર નબળી પડયા પછી માર્કેટમાં તેજીનો સંચાર થઈ રહ્યો છે. હવે જ્યારે માર્કેટ ખૂલ્યું છે ત્યારે ગ્રાહકોની ખરીદશક્તિ પણ વધી છે.

પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યાં હોવા છતાં ટુ વ્હીલર અને કારના વેચાણમાં ઘટાડો આવ્યો નથી. ખાસ કરીને એસયુવી કારનું વેચાણ વધારે થઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, બુકિંગ તો એક મહિના પહેલાથી થઇ ગયા હતા પરંતુ સપ્લાય ઓછી હોવાને કારણે વેચાણને અસર થઇ છે. તેમ છતાં કાર વેચાણનું માર્કેટ ગત વર્ષ કરતા સારું રહ્યું હતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં કારનું વેચાણ 3,150 થયું હતું. જ્યારે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કુલ 14,000 કારનું વેચાણ થયું છે. ટુ વ્હીલરનું નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં વેચાણ 8,500 અને ગુજરાતમાં 39,000નું વેચાણ થયું છે તેમ ફાડાના સૂત્રોએ જણાવ્યું હતું.

નવરાત્રિમાં ટુ વ્હીલરનું વેચાણ કેટલું

વાહનનો પ્રકાર અમદાવાદ ગુજરાત
ટુ વ્હીલર 8,500 39,000
ફોર વ્હીલર 3,150 14,000

માત્ર દશેરાના દિવસે કેટલું વેચાણ

વાહનનો પ્રકાર અમદાવાદ ગુજરાત
ટુ વ્હીલર 5,100 19,500
ફોર વ્હીલર 1,900 6,800

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો