you can earn good money with these five low investment business
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ 5 બિઝનેસ તમને બનાવી દેશે માલામાલ, શરૂ કરવા માટે વધારે પૈસાની પણ નથી જરૂર

આ 5 બિઝનેસ તમને બનાવી દેશે માલામાલ, શરૂ કરવા માટે વધારે પૈસાની પણ નથી જરૂર

 | 8:15 am IST
  • Share

જો તમે પણ કોઈ કમાણી કરાવે તેવો બિઝનેસ (Business) પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને 5 એવા બિઝનેસ વિશે જણાવીશું જેના દ્વારા તમે બમ્પર કમાણી (Earning) કરી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે આ માટે તમારી કોઈ ખાસ ટ્રેનિંગ (Training)ની પણ જરૂરિયાત નહીં હોય. આ ઉપરાંત આ તમામ બિઝનેસ માટે તમને સરકાર તરફથી આર્થિક મદદ પણ આપવામાં આવશે.

1 દૂધનો વેપાર

આ મામલે પહેલા નંબરે દૂધ (Milk)નો બિઝનેસ આવે છે. તમને એક સારી ગાય (Cow) 30 હજાર રૂપિયાની કિંમતમાં અને એક ઠીક ઠાક ભેંસ 50-60 હજારમાં મળી શકે છે. તમે એક અથવા બે પશુઓ સાથે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તમે કંપનીઓ સાથે સંપર્ક કરી શકો છો અથવા લોકલ સ્તરે દૂધ વેચનારાઓ સાથે સંપર્ક કરી શકો છો.

2. ફૂલવાડી

ફૂલોની માંગ ઘણી વધારે હોય છે. તમે ક્યાંય પણ લીઝ પર થોડીક જમીન લઈને ફૂલોની ખેતી કરી શકો છો. અનેક ઑનલાઇન વેબસાઇટ્સ સાથે સંપર્ક કરીને તમે સીધા ફૂલ વેચી શકો છો. સૂર્યમુખી, ગુલાબ, ગલગોટાની ખેતી ફાયદાની છે.

3. વૃક્ષોથી પણ કમાણી

જો તમારી પાસે એક અથવા બે વીઘાની પણ ખેતી છે તો તમે તેમાં શીશમ, સાગ જેવા અત્યંત કિંમતી વૃક્ષો લગાવી શકો છો. વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ખેતી 8-10 વર્ષ બાદ તમને કરોડપતિ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે એક શીશમનું વૃક્ષ 40 હજારની આસપાસ વેચાય જાય છે. સાગનું વૃક્ષ તેનાથી પણ વધારે કિંમતી છે.

4. મધનો બિઝનેસ

મધ નીકાળવા માટે મધમાખી પાળવાનો બિઝનેસ વર્ષો જૂનો છે, પરંતુ સમયની સાથે હવે આણે પ્રોફેશનલ રૂપ લીધું છે. તમે એકથી દોઢ લાખમાં થોડાક સાધનો સાથે આ કામ શરૂ કરી શકો છો. હા, આ માટે તમારે ટ્રેનિંગની જરૂર પડશે, પરંતુ આ કામ તમને ઘણો જ નફો આપશે.

5. શાકભાજીની કરો ખેતી

પરંપરાગત ઘઉં-ચોખાની ખેતી કરવી દરેક માટે શક્ય નથી, પરંતુ નાની જમીનમાં શાકભાજીની ખેતી તમને માલામાલ કરી શકે છે. મરચા, કોબીજ, ટમાટા જેવી શાકભાજી તમારા ખિસ્સા ભરી શકે છે.

આ વિડીયો પણ જુઓ: આજે GTUની ત્રીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો