Eating walnuts regularly lowers blood cholesterol: a study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો કરવા કરો અખરોટનું સેવન, થશે અન્ય ફાયદાઓ

બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો કરવા કરો અખરોટનું સેવન, થશે અન્ય ફાયદાઓ

 | 9:44 am IST
  • Share

વધારે ઊંચા પોષણ મૂલ્યને કારણે અખરોટને સુપરફૂડ તરીકે ગણવામાં આવી રહ્યો છે. અખરોટ શરીરને જરૃરી માત્રામાં હેલ્થી ફેટ, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ પૂરા પાડે છે. અમેરિકાના એક સંશોધનમાં એવું માલૂમ પડયું છે કે . નિયમીત અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ અત્યંત ઝડપી બને છે. અખરોટ ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો થાય છે. તેમજ આંતરડાને પણ સારી હાલતમાં જાળવી રાખે છે. તાજેતરના અભ્યાસમાં એવું બહાર આવ્યું કે અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ સારી રીતે ચાલી શકે છે.

અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને પોલિફિનોલ્સ હોય છે જે સ્ટ્રેસ અને દાહને દૂર કરવામાં મદદ કરે છે. આ સ્ટડી અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ થઈ હતી. સંશોધકોને એવું માલૂમ પડયું કે નિયમિત ધોરણે અખરોટ ખાવાથી શરીર તંદુરસ્ત હાલતમાં રહે છે. સંશોધકોએ બે ભાગમાં થોડા વૃદ્ધોને વહેંચી નાખ્યા હતા અને તેમને નિયમિત રીતે અખરોટ ખાવાની સલાહ અપાઈ હતી. લગભગ બે મહિનાના અંતે સંશોધકોએ નોંધ્યું કે જે લોકોએ નિયમિત અખરોટ ખાધા હતા તેમનું મગજ અત્યંત ઝડપી ગતિએ કામ કરી રહ્યું હતું અને શરીર પણ પ્રમાણસર તંદુરસ્ત રહ્યું હતું.

અભ્યાસને અંતે સંશોધકોએ જણાવ્યું કે રોજના ચાર અખરોટ ખાવાથી કેન્સર, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર રાખી શકાય છે. સાથે સાથે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અખરોટ ખાવાથી સંજ્ઞાાત્મક ક્ષમતા, પ્રજનન આરોગ્ય અને જીવનશૈલી સંબંધી બીમારીઓ પણ દૂર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન