• UPSC પાસ કરી લીધા બાદ બધુ આસન નથી થઈ જતું
  • પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમણે તાલીમ લેવાની હોય છે
  • LBSNAA અને SVPNPA ખાતે અપાય છે વિશેષ તાલીમ 

IPS બનવાની ઝંખના દેશના હજારો યુવાનોમાં હોય છે. આવી ટ્રેનિંગ લીધા બાદ તેમને પોલીસ એકેડમીમાં ઊંચા હોદ્દાઓ સુધી નિમણૂક મળી શકે છે. જો કે, મોટાભાગના વિદ્યાર્થીઓ માને છે કે, એકવાર UPSC પાસ કરી દીધા બાદ તેમના માટે બધું આસાન હોય છે. ખરેખર એવું નથી. આ પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમણે તાલીમ લેવાની હોય છે. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી યાને SVPNPA ખાતે તેમણે જવું પડે છે. અહીં તેમને 11 માસની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને ડિસ્ટ્રીક્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે જે 6 માસની ટ્રેનિંગ હોય છે. ત્યારબાદ તેઓ SVPNPA ખાતે પાછા ફરે છે.

જો તમારે પણ IPS બનવું હોય તો તમારે કેવી કેવી કસોટીમાંથી પસાર થવું પડે છે, તેની કેટલીક મહત્વની વિગતો અહીં આપીએ છીએ. વળી આ તાલીમ દરમિયાન ઉમેદવારોએ UPSC દ્વારા જ લેવાતી CSE પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યારબાદ ઉમેદવાર IPS, IAS કે IFS બની શકે છે.

LBSNAA મસૂરી ખાતે ફાઉન્ડેશન કોર્સ કરાવાય છે

UPSC દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ IPS અધિકારીઓની આરંભિક તાલીમ IAS અધિકારીઓ સાથે થાય છે. તેમને પણ LBSNAA મસૂરી ખાતે ફાઉન્ડેશન કોર્સ કરવાનો હોય છે. તેની મુદત 3 મહિનાની હોય છે. ત્યારબાદ ત્યાંથી IAS અને IPS અધિકારીઓ અલગ થાય છે. IPS જેવી પોસ્ટ પર તૈનાત અધિકારીઓમાં જે પ્રકારની ચુસ્તી હોવી જોઈએ તેનું ધ્યાન રાખીને તમામ ઉમેદવારોને દિવસો સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારોનું સામાન્ય જ્ઞાન પણ વધે એ માટે તાલીમ અપાય છે.

IPS ટ્રેનિંગ SVPNPA ખાતે આપવામાં આવે છે

આ ઉમેદવારોને આગળ તાલીમ માટે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી યાને SVPNPA ખાતે લઈ જવામાં આવે છે. ત્યાં તેમને 11 મહિના સુધી તાલીમ અપાય છે. ત્યારબાદ 6 માસની ડિસ્ટ્રીક્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેમને ફરીથી SVPNPA ખાતે લઈ જવાય છે, જ્યાં તેમની આખરી તબક્કાની ટ્રેનિંગ શરૂ થાય છે. ત્યારબાદ તેમને આખરી પોસ્ટીંગ મળે છે. ભિન્ન તબક્કામાં થતી તેમની આ ટ્રેનિંગ આસાન નથી હોતી.

IPS ટ્રેનિંગ માટે યાદ રાખો

- અલગ-અલગ તબક્કામાં આ ટ્રેનિંગ થાય છે.

- પહેલાં IAS અધિકારીઓની સાથે જ તાલીમ આપવામાં આવે છે.

- ત્યારબાદ ઉમેદવારોએ SVPNPAમાં સામેલ થવાનું હોય છે.


  • Follow us on: