- પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા જુદાજુદા પદો માટે ભરતી
- 3 માર્ચ, 2024 સુધી ઇચ્છુક ઉમેદવારો કરી શકેશે ઓનલાઈન અરજી
- MBBS, MD, Phd, MTS પદ માટે પરીક્ષા પાસ કરી હોવી જરૂરી
કેન્દ્ર સરકારમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા અને મોટા સમાચાર છે. પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન પરિષદ યાને CCRYN દ્વારા જુદા જુદા પદો માટે ભરતી કરવામાં આવશે. આ માટે વિભાગે નોટિફિકેશન આપીને આવેદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ગત 15મી જાન્યુઆરીથી અરજી મંગાવવાની શરૂ કરાઈ છે અને આખર તારીખ 3 માર્ચ, 2024 છે.
કોણ ભાગ લઈ શકે
આ ભરતીમાં ભાગ લેવા માટે પદ મુજબ MBBS, MD, Phd, MTS પદ માટે પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. સાથે જ MTS જગ્યાઓ માટે ઉમેદવારને હિન્દી, અંગ્રેજી કે કોઈ પ્રાદેશિક ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ ભાષાઓના લેખન અને વાંચનમાં ઉમેદવાર સક્ષમ હોવા જોઈએ. લાયકાત અને તેને લગતા માપદંડ માટે ઉમેદવારે નોટિફિકેશન જોવું.
ઉમેદવારે અરજી માટે ફોર્મ ભરવા recruit.nielit.in પોર્ટલ પર જવું. ત્યારબાદ CCRYN રીક્રુટમેન્ટની લીંક દેખાશે તેના પર ક્લીક કરવું. અહીં રજીસ્ટ્રેશન કરવું. રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવાર લોગઈન કરીને આવેદન પૂર્ણ કરી શકશે. છેવટે ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી લેવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમામ તબક્કાઓમાં સફળ ઉમેદવારની ખાલી જગ્યા પર પસંદગી કરવામાં આવશે.
- પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન પરિષદમાં અનેક પદો પર ભરતી થઈ રહી છે
- આગામી 3જી માર્ચ, 2024 સુધી અરજી કરી શકાશે
- એપ્લિકેશન માત્ર ઓનલાઈન જ કરી શકાશે