- એક મહત્વાકાંક્ષી કરિયરની 41 જગ્યાઓ માટે ઓફર
- એપ્રેન્ટિસશિપ મેળવવા માટેની અંતિમ તરીક ચકાસી લેવી
- જરૂરી ડોક્યુમેન્ટ્સ સત્તાવાર ઈમેલ પર મેઈલ કરવા
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની માહિતી એજ્યુસ્કોપના વાચકો માટે રજૂ કરીએ છીએ. ખાસ કરીને સરકારી નોકરી શોધતાં ઉમેદવારો માટે આ સોનેરી તક છે. ઈજનેરી સ્નાતક કે ડિપ્લોમાધારક યુવાનો આ ભરતીમાં સામેલ થવા માટે આવેદન કરી શકે છે. આવેદનની અંતિમ તારીખ 30મી એપ્રિલ, 2024 નિર્ધારીત કરવામાં આવી છે. આ ભરતીમાં સામેલ થવા માટે સંપૂર્ણપણે ભરેલું આવેદનપત્ર તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે એટેચ કરીને સંસ્થાના સત્તાવાર ઈ-મેલ [email protected] પર મોકલી શકાય છે. ઉમેદવારોએ ધ્યાન રાખવું કે તેમણે ફોર્મની હાર્ડ કોપી મોકલવાની કોઈ જરૂર નથી.
DRDO એપ્રેન્ટિસ ભરતી, 2024 માટે યોગ્યતા અને માપદંડ
આ ભરતીમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પદો પર આવેદન માટે ઉમેદવારોએ ઈજનેરી ડિગ્રી-બીઈ-બીટેક-બીએસસી કેમેસ્ટ્રી-બીએસસી ફિઝિક્સ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત ડિપ્લોમા એપ્રેન્ટિસ પદો પર ફોર્મ ભરવા માટે ઉમેદવારે ઈજનેરી ડિપ્લોમા કર્યો હોવો જોઈએ. આ માટેની યોગ્યતાને લગતી માહિતી માટે વિસ્તૃત માહિતી માટે ઉમેદવારે સંસ્થાનું સત્તાવાર જાહેરનામું જોઈ લેવું.
કેવી રીતે થશે પસંદગી
આ ભરતી માટે આવેદન કરનારા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરીને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આખરે ઈન્ટરવ્યૂમાં કરેલા પ્રદર્શનને આધારે ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવામાં આવશે. આ ભરતી દ્વારા ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની કુલ 30 જગ્યાઓ અને ડિપ્લોમા એપ્રેન્ટિસની કુલ 11 જગ્યાઓ માટે નિયુક્તિ કરવામાં આવશે.
પગારધોરણ
સ્નાતક એપ્રેન્ટિસના પદ પર પસંદ થયેલા ઉમેદવારોને માસિક 12,000 રૂપિયા જ્યારે ડિપ્લોમા એપ્રેન્ટિસના પદો પર પસંદ થયેલા ઉમેદવારોને માસિક 10,000 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. એપ્રેન્ટિસશિપની સમયાવધિ 1 વર્ષ નક્કી કરવામાં આવી છે.