- કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીના સ્નાતકો અરજી કરી શકે, આરંભિક કસોટી ઓગષ્ટ માસ દરમિયાન થશે
- ઓગષ્ટ માસમાં જ ઉમેદવારો માટે પૂર્વ તાલીમ પણ યોજવામાં આવશે, 21મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
- આ પરીક્ષાના માધ્યમથી દેશની રાષ્ટ્રીય બેંકોમાં 6 હજારથી વધુ ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે
બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગતા અને બેંકમાં ક્લાર્કની જગ્યાઓ પર ભરતી માટેની તૈયારી કરી રહેલા દેશભરના લાખો ઉમેદવારો માટે એક ખૂબ સારી તક આવી છે. દેશભરની ભિન્ન રાષ્ટ્રીય બેંકોમાં ક્લેરિકલ કેડરની ખાલી જગ્યાઓ માટે ઈન્સ્ટિીટયુટ ઓફ બેંકીંગ પર્સોનેલ સિલેક્શન યાને IBPS દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવતી ક્લાર્કની પરીક્ષાના આ વર્ષના તબક્કા માટે નોટિફિકેશન પહેલી જુલાઈ, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, આ પરીક્ષાના માધ્યમથી દેશની રાષ્ટ્રીય બેંકોમાં 6 હજારથી વધુ ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે, જેની વિગતો એજ્યુસ્કોપના વાચકો માટે અહીં રજૂ કરીએ છીએ. બેંકીંગ બોર્ડના આ જાહેરનામામાં આપેલી માહિતી અનુસાર, નોટિફિકેશનની સાથે જ દેશભરમાંથી આ માટે અરજીઓ સ્વીકારવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ, ક્લાર્ક ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી નિયત અંતિમ તારીખ 21મી જુલાઈ, 2024 સુધી અરજી કરી શકે છે.










