• પ્રિલિમ્સથી ઈન્ટરવ્યૂ સુધીની પ્રોસેસ વચ્ચે મેઈન્સની પરીક્ષા ખૂબ જ પડકારજનક અને નિર્ણયાત્મક

  • UPSC મેઈન્સ ઉમેદવાર આઈએએસ બને એ માટે તે નિર્ણાયત્મક પણ બને છે
  • ભારતીય બંધારણના આઠમા ક્રમ પૈકી ઉમેદવાર કોઈપણ ભારતીય ભાષા પસંદ કરી શકે

ક્વોલિફાઈંગ અને વૈકલ્પિક વિષયોની પસંદગી સમજદારીથી કરવી, જેથી ઉમેદવાર પોતાની મહત્તમ ક્ષમતાનો લાભ લઈ શકે ઉમેદવારે જેને પોતાના કોર્સમાં આવરી લેવાના હોય છે તેવા ટોપિક્સ અને વિષયોની રૂપરેખાનું માળખું આ અભ્યાસક્રમમાં સામેલ છે. 2024ના UPSCના મેઈન્સનો કોર્સ અહીં આપ્યો છે

UPSC મેઈન્સની પરીક્ષા ખૂબ જ મહત્વનો પડકાર બને છે અને ઉમેદવાર આઈએએસ બને એ માટે તે નિર્ણાયત્મક પણ બને છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પ્રિલિમ્સ પરીક્ષાઓ માટે તૈયારી કરે છે અને માત્ર કેટલાંક હજાર ઉમેદવારો જ મેઈન્સ માટે પસંદ થાય છે. દાખલા તરીકે ગત વર્ષે 14624 ઉમેદવારો મેઈન્સ માટે પસંદ થયા હતા. એજ્યુસ્કોપના વાચકો અને ખાસ તો આઈએએસની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અગાઉ પણ આ તૈયારી બાબતે માર્ગદર્શન આપતી સામગ્રી સમાવી છે અને કરંટ અફેર્સ સહિતની માહિતી આપતા રહીએ છીએ.

આમ તો દરેક ઉમેદવારની તૈયારી કરવાની પોતાની રીત હોય છે, પરંતુ અહીં કેટલીક મહત્ત્વની જાણકારી આપીએ છીએ જેનાથી ઉમેદવારો સમગ્ર કોર્સને સારી પેઠે સમજી શકે. આ તમામ બાબતોને પોતાના સ્ટડી પ્રોગ્રામમાં સામેલ કરવાથી ઉમેદવારો પોતાની તૈયારીના વ્યૂહને સારી રીતે સમજી શકશે અને અસરકારક તૈયારી પણ કરી શકશે.

UPSCનો મુખ્ય અભ્યાસક્રમ

ઉમેદવારે જેને પોતાના કોર્સમાં આવરી લેવાના હોય છે તેવા ટોપિક્સ અને વિષયોની રૂપરેખાનું માળખું આ અભ્યાસક્રમમાં સામેલ છે. 2024ના UPSCના મેઈન્સનો કોર્સ અહીં આપ્યો છેઃ

પેપર-એ (ભારતીય ભાષાઓ પૈકીની એક-): ભારતીય બંધારણના આઠમા ક્રમ પૈકી ઉમેદવાર કોઈપણ ભારતીય ભાષા પસંદ કરી શકે. પસંદ કરેલી ભાષામાં વિદ્યાર્થીનું પ્રભુત્વ અને કૌશલ્ય આ પેપરમાં ચકાસાય છે.

પેપર-બી (અંગ્રેજી-): આ પેપરમાં ઉમેદવારનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ચકાસાય છે અને તેમાં ગદ્યાર્થગ્રહણ એટલે કે કોમ્પ્રિહેન્સન, નિબંધલેખન, સારલેખન તેમજ ગ્રામર-વ્યાકરણને લગતા સવાલો પૂછાય છે.

નિબંધઃ ઉમેદવારે વિવિધ વિષયો પર નિબંધ લખવાનો હોય છે. તેમાં સાંપ્રત વિષયો પર વિદ્યાર્થીની સચોટ અને સુગ્રથિત દલીલો કરવાની ક્ષમતા ચકાસવામાં આવે છે.

જનરલ સ્ટડી (સામાન્ય અભ્યાસ)-એકઃ ભારતીય સંસ્કૃતિ અને વારસો, વૈશ્વિક અને સામાજીક ઈતિહાસ અને ભૂગોળ.

સામાન્ય અભ્યાસ-બેઃ વહીવટી સંચાલન, બંધારણ, રાજકારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

સામાન્ય અભ્યાસ-ત્રણઃ ટેક્નોલોજી, આર્થિક વિકાસ, જૈવ-વૈવિધ્ય, પર્યાવરણ, સુરક્ષા તેમજ આફત વ્યવસ્થાપન.

સામાન્ય અભ્યાસ-ચારઃ નીતિશાસ્ત્ર, સંકલન અને પાત્રતા કસોટીઃ આ પેપરમાં ઉમેદવારની જાહેરસેવા માટેની પાત્રતા ચકાસતા નૈતિક મૂલ્યો અને પાત્રતાની ચકાસણી થાય છે.

વૈકલ્પિક વિષયઃ પેપર-1: ઉમેદવાર UPSCની માન્ય યાદીમાંથી પસંદ કરી શકે છે. પસંદ કરેલા વિષયાનુસાર આ પેપરનો કોર્સ બદલાઈ શકે છે.

વૈકલ્પિક વિષયઃ પેપર-2: પહેલા પેપરની માફક આ પેપરમાં પણ પસંદગી કરેલા વૈકલ્પિક વિષયને આવરી લે છે.

અહીં યાદ રાખવું કે પેપર-એ(ભારતીય ભાષાઓ) અને પેપર-બી(અંગ્રેજી) એ બંને પેપર્સ ઉમેદવારને લાયક ઠરાવવા પૂરતાં હોય છે એટલે કે, તેમાં ઉમેદવારે કમ સે કમ 25 ટકા માર્ક લાવવા જરૂરી છે. ઉમેદવાર આ પેપર્સને ક્વોલિફાય કરે ત્યારબાદ અન્ય પેપર્સને તપાસવામાં આવે છે.

પેપર-1 થી પેપર-7 નિબંધલેખન પ્રકારના પ્રશ્નપત્રો છે અને આખરી મેરીટ તૈયાર કરતી વખતે આ તમામ પેપર્સના માર્કનો ટોટલ ગણવામાં આવે છે.

મેઈન્સની એક્ઝામિનેશનના કુલ માર્ક એટલે કે પહેલા થી સાતમા પેપર સુધીના કુલ માર્ક 1750 થાય છે.

પેપર-6 અને પેપર-7 માટે ઉમેદવારે યુપીએસસી દ્વારા આપવામાં આવતી વૈકલ્પિક વિષયોની યાદીમાંથી વૈકલ્પિક વિષયો પસંદ કરવાના હોય છે.

  • Follow us on: