દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારી કરી રહ્યા છે.


બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં CBSE ઉપરાંત અનેક રાજ્ય બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ અંતર્ગત આજે એજ્યુસ્કોપમાં આપણે વિદ્યાર્થીઓને એવી ટીપ્સ આપવાના છીએ જેથી તેઓ લાંબા જવાબ સારી રીતે તૈયાર કરી શકે. આજે અહીં આપેલી ટીપ્સને તમે ફોલો કરશો તો, લાંબા જવાબો તૈયાર કરવામાં તમને વાર નહીં લાગે. તો આવો આજે આ તમામ ટીપ્સ જોઈએ.

બે ભાગમાં વહેંચી નાંખો

લાંબા જવાબને યાદ કરવા માટે સૌથી સારી રીત એ છે કે, જવાબને બે નાના-નાના ભાગમાં વહેંચી નાંખવો. આક સમયે માત્ર એક જ ભાગ પર ફોકસ કરો. આ રીતે વારંવાર સમગ્ર ભાગને યાદ કરી લેવો. ત્યારબાદ તમામ ભાગોને જોડીને યાદ કરી લો. આ ટ્રીક અપનાવવાથી વિદ્યાર્થીઓને લાંબા જવાબો તૈયાર કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

કોઈકને ભણાવો

જો તમે કોઈ ટોપિક બીજા કોઈકને ભણાવશો કે સમજાવશો તો પછી એ ચેપ્ટર વધારે સારી રીતે ભણી શકશો. એમાં તમે મોટા જવાબ યાદ રાખવાની ટેક્નીકનો ઉપયોગ પણ કરી શકો. આ માટે વિદ્યાર્થી પોતાના મિત્ર કે પરિવારના અન્ય કોઈ સભ્યને ભણાવી શકે છે.

સ્ટોરીની જેમ યાદ રાખો

લાંબા ઉત્તરો યાદ કરવા માટેનો એક બીજો સારો ઉપાય એ પણ છે કે, તમે તેને એક વાર્તાની જેમ યાદ રાખો. સ્ટોરી ફોર્મેટમાં યાદ રાખવાથી કે સંભળાવવાથી યા શિખવવાથી એ ટોપિક કે વિષય લાંબા સમય સુધી તમારા દિમાગમાં રહે છે.

મુખ્ય મુદ્દાઓને લખીને તૈયાર કરો

સ્ટિક નોટ પર મુખ્ય પોઈન્ટ્સ લખી લેજો અને યાદ કરતા રહો. આ નોટ બનાવવાથી તમને જવાબ લખવાની પ્રેક્ટીસ પણ થઈ જશે. સાથે જ, જવાબ ઝડપથી યાદ રહી જશે. વિદ્યાર્થી ચાહે તો આ ટ્રીક પણ અપનાવી શકે છે.

નિયમિત પુનરાવર્તન કરો । એકવાર જવાબ લખ્યા બાદ તેને યાદ રાખવા માટે રોજ રિવાઈઝ કરો. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. તેઓ અન્ય ટોપિક પર ધ્યાન આપવા જાય છે અને પછી પોતે ક્યારેક તૈયાર કરેલા ટોપિક પર પાછા નજર નાંખતા નથી. આ કારણે તેમણે એ ટોપિક તૈયાર કરવા ફારીથી એટલો જ સમય આપવો પડે છે. ખાસ કરીને લાંબા કોર્સના વિષયમાં વિદ્યાર્થીઓએ આ વાત ધ્યાનમાં રાખવાની છે.


  • Follow us on: