• ફોરેન્સિક ક્ષેત્રે કામ કરતી લેબોરેટરીમાં કારકિર્દી બનાવવાની તક

  • દેશના મહત્વાકાંક્ષી યુવાનોને ફોરેન્સિક ક્ષેત્રે કરિયર બનાવવા માટે તક
  • સત્તાવાર વેબસાઈટ dfsl.maharashtra.gov.in પર તપાસ કરવી

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નિર્દેશાલય યાને DFSL દ્વારા સાયન્ટિફિક આસિસ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dfsl.maharashtra.gov.in પર જઈને આવેદન કરી શકે છે. આ પદો પૈકી સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે 54, સાયન્ટિફિક આસિસ્ટન્ટ-સાયબર ક્રાઈમ-ટેપ ઓથેન્ટિકેશનના પદે 15, મનોવિજ્ઞાનમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ 2 પદ, સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે 30 પદ, સિનિયર ક્લર્ક તરીકે 5 પદ, જૂનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે 18 પદ તેમજ કેન્ટિન મેનેજરના પદ પર એક પદ પર ભરતી કરાશે.

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી માંડીને 38 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

ફી

આવેદન ફી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 1000 રૂપિયા જ્યારે બીસી, ઈડબલ્યુએસ, પીડબલ્યુડી, અનાથ માટે 900 રૂપિયા છે.

પગારધોરણ

સાયન્ટિફિક આસિસ્ટન્ટને 35,400 થી માંડીને 1,12,400 રૂપિયા, સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટના 25,500 થી 81,100 રૂપિયા, સ્ટોરમાં સિનિયર ક્લર્કને 25,500 થી 81,100 રૂપિયા જૂનિયર લેબોરેટરી આસિસ્ટન્ટને 21,700 રૂપિયાથી માંડીને 69,100 રૂપિયા જ્યારે કેન્ટિન મેનેજરને 29,200 થી માંડીને 92,300 રૂપિયા સુધીનો પગાર મળશે.

શૈક્ષણિક લાયકાત

  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ-કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક
  • અન્યમાં કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
  • સાયકોલોજી માટે યુનિવર્સિટીની સાયકોલોજીની ડિગ્રી
  • સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે 12મું ધોરણ પાસ
  • સિનિયર ક્લર્ક તરીકે માન્ય બોર્ડ યા સંસ્થામાંથી ધોરણ 10 પાસ

આ રીતે આવેદન કરજો

  • સત્તાવાર વેબસાઈટ dfsl.maharashtra.gov.in પર જાવ
  • રીક્રુટમેન્ટ બટન પર ક્લિક કરો
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટ માટે એપ્લાય ટેબ પર ક્લિક કરો
  • ફોર્મ ભરીને સબમિટ કરતાં એક યુનિક નંબર જનરેટ થશે
  • ફીઝ જમા કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને રાખી લો.


  • Follow us on: