નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ -NCRTC-માં વિભિન્ન પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માંગતા હોય અને આ ભરતી માટે પાત્રતા ધરાવતા હોય, તો ઓનલાઈન માધ્યમથી વિભાગની સત્તાવાર વેબસાઈટ ncrtc.in પર જઈને અરજી પ્રક્રિયા કરી શકે છે. આ ભરતીમાં સામેલ થવા માટે ફોર્મ ભરવાની આખર તારીખ 24મી એપ્રિલ, 2025 રાખવામાં આવી છે.
ભરતીની વિગત
આ ભરતી દ્વારા વિભિન્ન વિભાગોના કુલ 72 ખાલીપદો પર નિમણૂક કરવામાં આવશે. પદાનુસાર ભરતીની વિગતો મુજબ જૂનિયર એન્જિનિયર ઈલેક્ટ્રીકલ 16 પદ, જૂનિયર એન્જિનિયર ઈલેક્ટ્રોનિક્સ 16 પદ, જૂનિયર એન્જિનિયર મિકેનિકલ 03 પદ, જૂનિયર એન્જિનિયર સિવિલ 01 પદ, પ્રોગ્રામ એસોસિએટ 04 પદ, આસિસ્ટન્ટ HR 03 પદ, આસિસ્ટન્ટ કોર્પોરેટ હોસ્પિટાલિટી 01 પદ, જૂનિયર મેન્ટેનર ઈલેક્ટ્રીકલ 18 પદ તેમજ જૂનિયર મેન્ટેનર મિકેનિકલ 10 પદોનો સમાવેશ થાય છે.
યોગ્યતા અને માપદંડ ।
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પદાનુસાર સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષીય ડિપ્લોમા-IT, કમ્પ્યુટર સાયન્સમાં BCA-BCA, BBA, BBM હોટલ મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી, ITI NCVT- SCVT વગેરે પાસ કર્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારની લઘુતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.
આ રીતે અરજી કરજો
આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ncrtc.in પર જાવ. તેના હોમપેજ પર કરિયરમાં જઈને ભરતી સંબંધિત એપ્લાય પર લિંક પર ક્લિક કરો. ત્યારબાદ નવા રજી સ્ટ્રેશન માટે બટન પર ક્લિક કરીને માંગેલી માહિતી મુજબ રજીસ્ટ્રેશન કરી લો. ત્યારબાદ અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. આખરે નિયત ફી ભરી દો અને સાથે જ ફોર્મ પણ સબમિટ કરી દો. તેની એક નકલ કઢાવીને ભાવિ સંદર્ભ માટે સાચવી રાખો.
કેટલી ફી ભરવાની?
આ ભરતીમાં ભાગ લેવા માટે સામાન્ય, OBC અને EWS વર્ગના ઉમેદવારોએ અરજી સાથે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત SC, ST વર્ગમાં આવનારા ઉમેદવારોએ આ ભરતીમાં સામેલ થવા કોઈ ફી ભરવાની નથી. ભરતીને લગતી વિસ્તૃત માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.