ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન એટલે કે ISROના માનવ અવકાશ ઉડ્ડયન કેન્દ્ર HSFCમાં જુદા-જુદા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવાયો છે અને આગામી 23મી ઓક્ટોબર, 2024 સુધીમાં ફોર્મ ભરી શકાશે. જે ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા માંગતા હોય તેઓ નિર્ધારીત આખર તારીખ સુધીમાં ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઈટ hsfc.gov.in પર જઈને અરજી કરી શકે છે. ફોર્મ ભરવા પહેલાં ઉમેદવાર હોદ્દા મુજબ પોતાની લાયકાતની તપાસ કરી લે એ જરૂરી છે.


અરજી કેવી રીતે કરશો? : અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ hsfc.gov.in પર જાવ. વેબસાઈટના હોમપેજ પર ન્યૂઝમાં ભરતી સંબંધિત અરજી લિંક પર ક્લિક કરો. ત્યાં ટૂ રજીસ્ટર પર ક્લિક કરો અને માંગેલી વિગતો ભરી દો. રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારોએ ફરીથી ટૂ લોગઈન પર ક્લિક કરીને ફોર્મ ભરી દેવું. આખરે નિયત ફી ભરીને ફોર્મ જમા કરાવી દેવું.

અરજી કરવા માટેની ફી : પોસ્ટ કોડ 1 થી 14 સુધી અરજી કરવા માટે ઉમેદવારોએ 750 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત 15 થી 26 સુધીની પોસ્ટ કોડ માટે ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. આ ભરતી માટેની પરીક્ષા પૂરી થતાં એસસી, એસટી, પીએચ તેમજ મહિલા ઉમેદવારોને તેમની ફી રીફંડ કરી દેવામાં આવશે.

કોણ અરજી કરી શકે?

આ ભરતીમાં અરજી કરવા માટે પદાનુસાર ધોરણ 10 પાસ ઉમેદવારો કે, ITI યા ઈજનેરી-ડિપ્લોમા કર્યું હોય એવા કે 60 ટકા માર્ક સાથે બીએસસી-એમઈ-એમટેક-એમબીબીએસ સ્નાતક-અનુસ્નાતક થયા હોવા જોઈએ. સાથે જ ઉમેદવારની લઘુતમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય પદાનુસાર 28-30-35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તારીખ 9મી ઓક્ટોબર, 2024 મુજબ ઉંમરની ગણતરી ધ્યાને લેવાશે. પોતાની યોગ્યતાની તપાસ કરવા ઉમેદવારે નોટિફિકેશન જોઈ જવું.

  • Follow us on: