ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ યાને IRCTC દ્વારા એપ્રેન્ટિસશિપના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ http://www.apprenticeshipindia.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતીની કેટલીક ટૂંકી અને ઉપયોગી માહિતી આ મુજબ છે :
આ ભરતી દ્વારા એપ્રેન્ટિસશિપ ટ્રેઈનીના પદો પર નિમણૂક આપવામાં આવશે. કુલ 25 પદો પર નિયુક્તિ કરાશે. આ માટેની અરજી કરવાની આરંભિક તારીખ 24 માર્ચ, 2025 છે, જ્યારે ફોર્મ ભરવાની આખર તારીખ 7મી એપ્રિલ, 2025 છે. ઉમેદવારોએ આ પદો માટે અરજી કરતી વખતે કોઈ ફી ભરવાની નથી.
શૈક્ષણિક લાયકાત :
કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે NCVT-SCVT દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થાનમાંથી ITI સર્ટિફિકેટ મેળવ્યું હોવું જોઈએ. તેમજ સંબંધિત ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ હોવી જોઈએ.
વયમર્યાદા કેટલી?
ઉપરોક્ત ભરતી માટે ઉમેદવારોની લઘુતમ વય 15 વર્ષ જ્યારે મહત્તમ વય 25 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયાઃ
આ તમામ પદો પર ઉમેદવારોને તેમના મેરીટના આધારે તૈયાર કરાયેલા લિસ્ટ પ્રમાણે નિમણૂક અપાશે.
સ્ટાઈપેન્ડ કેટલું મળશે?
ઉમેદવારોને નીચે જણાવ્યા મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
ધોરણ 5 થી 9 સુધીના સ્કૂલ પાસ આઉટઃ 5000 રૂપિયા પ્રતિમાસ
ધોરણ 10 પાસ ઉમેદવારઃ 6000 રૂપિયા પ્રતિમાસ
ધોરણ 12 પાસ ઉમેદવારઃ 7000 રૂપિયા પ્રતિમાસ
નેશનલ કે સ્ટેટ સર્ટિફિકેટ ધારકઃ 7700 રૂપિયા પ્રતિમાસ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપઃ 9,000 રૂપિયા પ્રતિમાસ
અરજી આ રીતે કરજોઃ
સત્તાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર જાવ. ત્યારબાદ ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો. પોતાનું નામ, ઈ-મેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર અને અન્ય વિગતો ઉમેરો. જન્મતારીખના પ્રમાણપત્ર સહિતના અન્ય ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી અપલોડ કરો. રજીસ્ટ્રેશન ફી જમા કરો. ફાઈનલ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખો.