- ઓટોમેટેડ સપ્લાય વ્હીકલ્સને AI અને ML સાથે સાંકળીને કંપનીઓ પ્રોડક્ટ મૂવમેન્ટ પર સતત નજર રાખી શકે
- લોજીસ્ટીક્સના ફિલ્ડમાં એઆઈનો ઉપયોગ આ કરિયર ક્ષેત્રને વધારે રોજગાર સાથે વ્યાપક બનાવશે
- પ્રોડક્ટની માંગ બાબતે અનુમાન AIની મદદથી ભવિષ્યમાં કયા સમયે કઈ પ્રોડક્ટની કેટલી માંગ હશે
એઆઈના પ્રવેશને પગલે લોજીસ્ટીક્સમાં પણ હવે યુવાનો માટે અનેકગણી તકો ઊભી થવાની છે. પ્રોફેશનલ અને બિઝનેસની દુનિયામાં હવે ભાગ્યે જ કોઈ ફિલ્ડ AI થી પ્રભાવિત થયા વિના બચ્યું છે.
સંસ્થાઓ શિપિંગ અને ડિલિવરી, વેરહાઉસ ક્ષમતાને સારી રીતે મેનેજ કરવા, કોઈ નવો રસ્તો શોધવા કે પછી કોઈ ખાસ હિસ્સા કે સ્પેરપાર્ટની ઊભી થનારી માંગ બાબતે અંદાજ મેળવવા ઉપરાંત કામદારોની સલામતી સુધારવા અને વૈશ્વિક પૂરવઠાની વિગતો વચ્ચે ખાતરીપૂર્વક સંકલન જાળવી રાખવા માટે AIનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે.
લોજિસ્ટિક્સમાં AIનો ઉપયોગ
AIની મદદથી હવે એવા સોફ્ટવેર પ્રોગ્રામ બનાવાય છે, જેનાથી સેલ્સ, માર્કેટિંગ અને પૂરવઠાને લગતા ઓપરેશનો વચ્ચે સારૂં સંકલન સધાય જેનાથી કંપનીની કામગીરી વધુ સક્ષમ બને છે અને ઉપલબ્ધ વિગતોને આધારે નિર્ણયાત્મકતામાં વધારો થાય છે. આજકાલ વેરહાઉસનું એટલા માઈક્રો લેવલે પ્લાનિંગ કરાય છે કે, ત્યાં રહેલી કોઈપણ ચીજને સમયસર માર્કેટમાં મોકલવાનું ધ્યાન રખાય છે. આ ખૂબ જ મહત્વના કામમાં AI મદદે આવે છે.
પ્રોડક્ટની માંગ બાબતે અનુમાન AIની મદદથી ભવિષ્યમાં કયા સમયે કઈ પ્રોડક્ટની કેટલી માંગ હશે તેનો સચોટ અંદાજ લગાવી શકાય છે. પ્રોફેશનલ દુનિયામાં આ બાબત ખૂબ જ મદદરૂપ બની રહેશે. માનવમગજના ઉપયોગની સાથે સાથે આ સચોટ અનુમાનની મદદથી બિઝનેસમાં લેવાતા નિર્ણયોમાં વધુ ને વધુ ચોકસાઈ આવશે. મશિન લર્નિંગના અલગોરિધમ્સ તેમાં મદદરૂપ સાબિત થાય છે. આંકડાકીય અને અન્ય અનુમાનને લગતા અભ્યાસોને પગલે સપ્લાય ચેઈન બાબતે સચોટ અનુમાન લગાવી શકાય છે.
સપ્લાય ચેઈનમાં AIની આવતીકાલ
ખાસ પ્રકારના સેન્સર્સ અને સાધનોની મદદથી કંપની પોતાની વસ્તુઓના સ્ટોક અને તેની હાલત બાબતે AIની મદદથી તરત જ જાણી શકે છે. તેને લીધે સમગ્ર માર્કેટમાં કે ગોડાઉનમાં ચીજોના સ્ટોક અને તેની મૂવમેન્ટ પર સરળતાથી નજર રાખી શકાય છે. પ્રોડક્ટ, વેરહાઉસ તેમજ સપ્લાય વેહીકલ્સમાં સેન્સર્સ લગાડેલા હોવાથી આસાનીથી પ્રોડક્ટની રીયલટાઈમ મૂવમેન્ટ પર નજર રાખી શકાય છે. તેને લીધે લોજીસ્ટીક્સની ટીમ ત્વરીત કામગીરી કરી શકે છે.
કઈ રીતે કામગીરી કરે છે
સપ્લાય ચેઈનમાં AIથી સક્ષમ લોજીસ્ટીક્સને પગલે તેમજ ઓટોમેશનની મદદથી કામગીરી સરળ અને સક્ષમ બને છે. આજકાલ સ્વયં સંચાલિત વેહીકલ્સનો ઉપયોગ કરીને અનેક કંપનીઓ ટ્રાન્સપોર્ટ ઓટોમેશનમાં રોકાણ કરે છે. લોજીસ્ટીક્સ કે સપ્લાય ચેઈન્સ મેનેજમેન્ટમાં AIને પગલે ક્રાંતિ આવી ગઈ છે. આ ક્ષેત્રમાં AI વાપરતા નવા ટૂલ્સને પગલે વાજબી કિંમતે ક્ષમતામાં અનેકગણો વધારો થઈ ગયો છે. જો કે, મેનપાવર ઘટાડવાને બદલે તેના થકી વધારે ક્રિએટિવ અને સક્ષમ ધોરણે કામકાજ થઈ શકે તેના પર ધ્યાન આપવું જોઈએ. આગામી એક દસક એટલે કે, 2024 થી 2034 સુધી પૂરવઠા માળખામાં ધરખમ સુધારો થવાની સાથે ક્રાંતિકારી ફેરફારો જોવા મળશે, એમ મનાય છે.