એરફોર્સમાં સામેલ થવા માંગતા અને તે માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે. ભારતીય વાયુદળ દ્વારા અગ્નિવીર વાયુ પસંદગી પરીક્ષા 2-2026 માટે અરજી મંગાવવામાં આવી છે.


આ માટે અરજી પ્રક્રિયા તારીખ 7મી જાન્યુઆરી, 2025થી શરૂ કરી દેવામાં આવી છે અને આ પ્રોસેસ શરૂ થતાંની સાથે જ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

ફોર્મ ભરવાની આખર તારીખ 27મી જાન્યુઆરી, 2025 છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ અરજી કરવા માટેની પાત્રતા જોઈ લેવી.

કોણ ભરતીમાં સામેલ થઈ શકે?

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સંબંધિત ફિલ્ડ અનુસાર ધોરણ 12 કે વોકેશનલ કોર્સ કે પછી ત્રણ વર્ષનો ડિપ્લોમા મેળવ્યો હોવો જોઈએ. સાથે જ તેમની લઘુત્તમ ઉંમર 17.5 વર્ષથી ઓછી અને 21 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે તેમનો જન્મ 1 જાન્યુઆરી, 2005 પહેલા તેમજ 1 જુલાઈ, 2008 બાદ થયો હોવો જોઈએ નહીં. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા

અગ્નિવીર વાયુ પસંદગી પરીક્ષા 2-2026માં સામેલ થવા માટે સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ

 agnipathvayu.cdac.in/avreg/candidate/login પર જવું. સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને માંગેલી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવું. રજીસ્ટ્રેશન થયા બાદ અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂરી કરવી. આખરે ઉમેદવારે અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું.

કેટલી ફી ભરવાની છે?

આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારોએ 550 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફી તમામ કેટેગરીના ઉમેદવારો માટે એકસમાન છે. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે.

  • Follow us on: