- અંતિમ વર્ષ કે સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે અરજી
- માન્ય યુનિવર્સિટીના ઈજનેરી સ્નાતકો અરજી કરી શકે
- શોર્ટ લિસ્ટ કરાયા બાદ 5 દિવસ સુધી SSB ઈન્ટરવ્યૂ લેવાય
ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશન ટેક યાને SSC Techના 381 પદો પર ભરતી થવા માટે આવેદન મંગાવાય છે. દેશસેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતીમાં સામેલ થવા માટે ભારતીય સેના તરફથી કેટલીક યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છે, જે ઉમેદવારે પૂરી કરવી આવશ્યક છે. ઈન્ડિયન આર્મી શોર્ટ કમિશન ભરતી પસંદગી સંબંધિત સમગ્ર માહિતી આજે અહીં એજયુસ્કોપના વાચકો માટે રજૂ કરીએ છીએ. આ માહિતીનો ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ વધીને તમારૂં સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.
પસંદગી કેવી રીતે થશે
ભારતીય સેના દ્વારા આવેદન કરનારાઓનું શોર્ટ લિસ્ટીંગ કરવામાં આવશે. આવા ઉમેદવારોને એસએસબી ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. SSB ઈન્ટરવ્યૂ પાંચ દિવસનું હોય છે. ત્યારબાદ તેમાં સફળ ઉમેદવારોનું તબીબી પરીક્ષણ થાય છે. આખરે ફાઈનલ મેરીટ તૈયાર કરાય છે. જે ઉમેદવારોની પસંદગી થાય છે, તેમને ખાલી પદો પર નિયુક્ત કરવામાં આવે છે. ભારતીય સેના દ્વારા આ પ્રકારની ભરતી દર વર્ષે કરવામાં આવતી હોય છે.
ઈન્ડિયન આર્મીમાં સિલેક્ટ થવા માટે
- ભારતીય સેનામાં શોર્ટ કમિશન સર્વિસમાં સામેલ થવા માટે ઈજનેરીમાં ગ્રેજ્યુએશન જરૂરી છે
- ઈજનેરીના અંતિમ વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લઈ શકે
- ઉમેદવારની ઉંમર 20 વર્ષ થી માંડીને 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કઈ યોગ્યતા હોવી જરૂરી
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવાર દેશની કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી ઈજનેરી સ્નાતક હોવો જોઈએ. જો ઉમેદવાર આખરી વર્ષ કે આખરી સેમેસ્ટરમાં પરીક્ષા આપી રહ્યો હોય તો તે પણ આ પરીક્ષામાં બેસીને પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. સાથે જ ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ જ્યારે મહત્તમ વયમર્યાદા 27 વર્ષ રખાઈ છે.