ભારતીય નૌસેના દ્વારા ધોરણ 12 B.TECH- PC કેડેટ એન્ટ્રી સ્કીમ-2025 હેઠળ 6 ડિસેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો ભારતીય નૌસેનામાં સામેલ થવાના સપના જોઈ રહ્યા હોય તેઓ નિયત આખર તારીખ 20મી ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. અરજીપત્રક માત્ર ઓનલાઈન માધ્યમથી ઈન્ડિયન નેવીની સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ભરી શકાય છે. ઓફલાઈન કે અન્ય કોઈ પ્રકારે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
અરજી કરતાં પહેલાં પાત્રતા તપાસવી
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારોએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ PCM વિષયો સાથે લઘુતમ 70 ટકા ગુણ સાથે ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારે JEE MAIN-2024 એન્ટ્રન્સમાં ભાગ લીધો હોવો જોઈએ.
વયમર્યાદા અને શારીરિક ધોરણો
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી, 2006 અને 1 જુલાઈ, 2008ની વચ્ચે થયો હોવો જોઈએ. ઉમેદવારની લઘુતમ લંબાઈ 157 સેમીથી ઓછી હોવી જોઈએ નહીં. યોગ્યતા અને માપદંડની અન્ય વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરનામું જોઈ જવું.
આ રીતે અરજી કરજો
અરજી પત્રક ભરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જવું અને ત્યાં સંબંધિત ભરતીની લિંક પર જઈને ઓનલાઈન લિંક પર ક્લિક કરવું. રાજ્ય પસંદ કરીને પોતાનું અરજીપત્રક ભરવું. ઉમેદવારો ધ્યાન રાખે કે આ ભરતીમાં સામેલ થવા માટે કોઈપણ પ્રકારની ફી જમા કરાવવાની નથી. તમામ વર્ગના ઉમેદવારો ફી વિના અરજી કરી શકે છે.
પસંદગી કેવી રીતે થશે?
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોને JEE MAIN-2024માં ઓલ ઈન્ડિયા રેન્ક લિસ્ટ મુજબ સોર્ટલિસ્ટ કરવામાં આવશે. આવા અલગ કરાયેલા ઉમેદવારોને ભરતીના આગલા તબક્કા SSC ઈન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવશે. ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોને આખર યાદીમાં સમાવાશે. જે ઉમેદવારોના નામ મેરીટમાં સામેલ હશે તેમને ખાલીજગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે. યાદ રહે કે આ ભરતી થકી 36 ખાલીપદો ભરવામાં આવશે.