- સ્ટેટ બેન્કમાં 5280 જગ્યાઓ ઉપર ભરતી
- નોર્થ-ઈસ્ટર્ન રેલવેમાં 1104 જગ્યાઓ પર ભરતી
- ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 995 જગ્યાઓ પર ભરતી
SBIમાં 5280 જેટલી જગ્યાઓ ખાલી છે અને તેના પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટેની કેટલીક વિગતો અહીં આપી છે. આ પદો માટે ગત 22મી નવેમ્બરથી અરજીઓ મંગાવવામાં આવી છે. તેમજ 12મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને સાથે જ સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. વયમર્યાદા 21 થી 30 વર્ષ રખાઈ છે અને બેઝિક પે 36000 રૂપિયા માસિક હશે. સિલેક્શન પ્રોસેસમાં ઓનલાઈન લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ઈન્ટર્વ્યુનો સમાવેશ થાય છે. આ માટે આવેદન કરવા સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરવી.
નોર્થ ઈસ્ટર્ન રેલવેમાં ઉમેદવારોની ભરતી માટે અરજી મંગાવાઈ છે. કુલ 1104 પદ પર ભરતી કરાશે. 25મી નવેમ્બરથી આવેદન મંગાવાયા હતા અને આગામી 24મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઉમેદવારની લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ, તેમજ સંબંધિત ટ્રેડ-શાખામાં ITIનું સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 14 થી 24 વર્ષ સુધીની હોવી જોઈએ તેમજ સેન્ટ્રલ એપ્રેન્ટિશિપ કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલી રાશિ સ્ટાઈપેન્ડ તરીકે ચૂકવવામાં આવશે. મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે. આ માટે ઉમેદવારે નોર્થ-ઈસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઈટ ner.indianrailways.gov.in પર જઈને અરજી કરવી.










