યોગ્યતા ધરાવતા ધોરણ 10 પાસ ઉમેદવારો ભરતી થવા ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે


કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ યાને CISFમાં સામેલ થવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ યાને CISF દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરના પદો પર ભરતીની અરજી પ્રક્રિયા 3જી ફેબ્રુઆરીથી શરૂ કરી દીધી છે. જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્યતા ધરાવતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી CISFની સત્તાવાર વેબસાઈટ cisfrectt.cisf.gov.inપર જઈને અરજીપત્રક ભરી શકે છે. ફોર્મ ભરવાની આખર તારીખ 4 માર્ચ, 2025 નિયત કરવામાં આવી છે.

કોણ અરજી કરી શકે

CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. સાથે જ ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ યા લાઈટ મોટર વ્હીકલનું ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. યાદ રહે કે, ઉંમરની ગણના તારીખ 4 માર્ચ, 2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરશો?

અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ cisfrectt.cisf.gov.in પર જવું અને લોગઈન પર ક્લિક કરવું. અહીં માંગેલી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવું. ત્યારબાદ ઉમેદવારે અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી. ત્યારબાદ ઉમેદવારે ફી ભરવી અને ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢીને રાખી લેવી. \

ફી કેટલી ભરવાની?

આ ભરતીમાં સામેલ થવા માટે જનરલ, EWS, OBC વર્ગે અરજી ફી તરીકે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકીંગ થકી જમા કરાવી શકાશે. ST, SC, પૂર્વ સૈનિક વગેરે આ કેટેગરીના ઉમેદવારો વિના ફી ભર્યે ભરતીમાં ભાગ લઈ શકશે. ભરતીને લગતી અન્ય વિગતો જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન જોઈ જવું.


  • Follow us on: