ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ યાને TCS દ્વારા તેના વર્ચુઅલ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ-2025ને રજૂ કરવામાં આવ્યો છે, જેમાં લાઈફ સાયન્સ, મેન્યુફોક્ચરીંગ, ઊર્જા કે એરોસ્પેસ યા બેંકીંગ સહિતના ફિલ્ડમાં ઉમેદવારોને કામ કરવાનો અને સાથે જ પ્રેક્ટીકલ નોલેજ મેળવવાનો સારો અવસર મળશે. આ પ્રોગ્રામને વિદ્યાર્થીની શૈક્ષણિક કેળવણી અને પ્રોફોશનલ સ્કીલ્સ વચ્ચેની મહત્ત્વની કડી તરીકે ઓળખાવાય છે. AICTE ગાઈડલાઈનની સાથે આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને પ્રોફોશનલ જ્ઞાન મેળવવામાં મદદરૂપ થશે.
સાચા અર્થમાં સ્કીલ ડેવલપમેન્ટ
TCSના iON પ્લેટફોર્મ પરથી આ ઈન્ટર્નશિપ ઉપલબ્ધ કરાવાશે, જેના થકી વિદ્યાર્થીને કામના ખરેખરા સ્થળ પરના ચાલતા પ્રોજેક્ટ્સમાં જોડાવાની અને એ દુનિયાના અનુભવી વ્યાવસાયિકો સાથે કામ કરવાની તક પણ અપાશે.
આ ઈન્ટર્નશિપમાં જોડાનારા ઉમેદવારોને હાલમાં અસ્તિત્વમાં હોય એવી ટેક્નોલોજી, બિઝનેસ સ્ટ્રેટજી અને હાથપરના પ્રાયોગિક કામોનો અનુભવ મળશે. તેમાં લાઈવ પ્રોજેક્ટ્સ, AI ઉપરાંત કોડિંગ સ્કીલ સેશન્સ અને બિઝનેસ એનાલિટિક્સનો પણ અનુભવ મળશે. અનુભવી અને વ્યાવસાયિક કર્મચારીઓ સાથેના નેટવર્કીંગને પગલે તેમનો અનુભવ સમૃદ્ધ બનશે.
કોણ પ્રવેશ મેળવી શકે?
IT ફિલ્ડ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કે બિઝનેસ સ્ટ્રેટજીમાં રસ ધરાવનારા ફ્રેશર્સ અને નામાંકીત સંસ્થાઓના અનુસ્નાતક કે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ આ ઈન્ટર્નશિપ માટે અરજી કરી શકે. આવા ઉમેદવારોએ ઓનલાઈન TCS કરિયર પોર્ટલ થકી એપ્લાય કરવાનું રહેશે. ઉમેદવારોએ સાથે જ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ લાયકાતના ધોરણે તેમની પસંદગી કરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, તમામ ઉમેદવારો માટે આ ઈન્ટર્નશિપ વિનામૂલ્યે અપાય છે. વિવિધ શૈક્ષણિક અને આર્થિક ભૂમિકા ધરાવનારા વિદ્યાર્થીઓને તે મદદરૂપ બની રહેશે. વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્ય અને પોતાની પાસે ઉપલબ્ધ સંશાધનોના આધારે પસંદગી કરી શકે છે.
આ પ્રોગ્રામથી વિદ્યાર્થીને ઈન્ડસ્ટ્રીમાં માન્યતા મળી શકે છે અને તેમને નોકરીની બહેતર તકો મળે છે. આ ઈન્ટર્નશિપથી તેમને ફૂલટાઈમ નોકરી મળવાની શક્યતાઓ ઊભી થશે. ભવિષ્યમાં બહેતર કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ મેળવી શકાય એ દિશામાં TCSનો આ પ્રયાસ છે. જે ઉમેદવારો પોતાને જોબ માર્કેટમાં સ્પર્ધાત્મક બનાવવા માંગતા હોય તેમના માટે આ એક સારું પ્લેટફોર્મ ગણાય છે.