ભારત સરકારના મંત્રીમંડળ સચિવાલયમાં સિનિયર ફિલ્ડ ઓફિસરના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની જાહેરાતને પગલે હવે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.


આ ભરતીની ટૂંકી વિગત આ પ્રમાણે છે

કેબિનેટ સચિવાલયમાં ફિલ્ડ ઓફિસરના 20 સ્થાનો પર ભરતી કરાશે. આ ભરતીની જાહેરાત ગત 25મી એપ્રિલના રોજ કરી દેવામાં આવી હતી જ્યારે તેની આખર તારીખ 25મી મે, 2025 છે. ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરતી વખતે કોઈ ફી ભરવાની નથી.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ જે તે ફિલ્ડમાં BE-BTech કર્યું હોવું જોઈએ ઉપરાંત ગેટમાં સારો સ્કોર હોવો જોઈએ.

વયમર્યાદા । ઉમેદવારની મહત્તમ વય 35 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ગેટના આધારે કરવામાં આવશે.

અરજી આ રીતે કરજો

ઉમેદવારોએ નક્કી કરેલી પેટર્નમાં અરજી કરીને સામાન્ય કે સ્પિડ પોસ્ટ દ્વારા અરજીને પોસ્ટ બેગ નંબર-001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003.


  • Follow us on: