NTPC ગ્રીન એનર્જી લિમિટેડમાં એન્જિનિયર અને એક્ઝિક્યુટીવના ખાલીપદો ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 16મી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને તેની આખર તારીખ 6 મે, 2025 નક્કી કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેમણે નિયત તારીખ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ સત્તાવાર વેબસાઈટ ngel.in પર જઈને ભરી શકાય છે.
ભરતીની ટૂંકી વિગત
આ ભરતી દ્વારા કુલ 182 ખાલી પદો પર નિયુક્તિ કરવામાં આવશે. પદાનુસાર ભરતીની વિગત નીચે મુજબ છે. એન્જિનિયર-સિવિલ-40 પદ, એન્જિનિયર-ઈલેક્ટ્રીકલ-80 પદ, એન્જિનિયર-મિકેનિકલ- 15 પદ, એક્ઝિક્યુટીવ-HR-15 પદ, એક્ઝિક્યુટીવ-ફાઈનાન્સ- 26 પદ.
કોણ અરજી કરી શકે?
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ પદાનુસાર, BE, BTech, MTech, MBA, PGD, CA, CM સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી મેળવી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારની મહત્તમ વય 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. જો કે, અનામત શ્રોણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.
આ રીતે અરજી કરજો
ઉમેદવારોએ અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું અને ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ પોર્ટલ પર પહેલાં રજીસ્ટર બટન ક્લિક કરીને માંગેલી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરાવવું. ત્યારબાદ લોગઈન કરીને માંગેલી માહિતી ભરીને ફોર્મ પૂર્ણ કરવું. આખરે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું અને તેની પ્રિન્ટઆઉટ કઢાવીને પોતાની પાસે સાચવી રાખવી.
અરજી ફી કેટલી ભરવાની?
આ ભરતીમાં અરજીની સાથે સામાન્ય, OBC, EWS સહિતના વર્ગોએ ફી પેટે 500 રૂપિયા ભરવાના રહેશે SC, ST, PwBD, XSM, વર્ગના ઉમેદવારોએ ભરતીમાં સામેલ થવા માટે કોઈ ફી ભરવાની રહેતી નથી. ભરતીને લગતી વિસ્તૃત માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશનનો અભ્યાસ કરવો.