NCERT દ્વારા એંકર, વિડિયો એડિટર અને કેમરા પર્સન સહિતના અનેક પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પદો પર અરજી કરવા માટે યોગ્ય ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.ncert.nic.in પર જઈને અરજી કરી શકે છે. એ માટે સત્તાવાર જાહેરનામું પણ વાંચી જવું. ઉમેદવારો આ પ્રમાણે ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે. NCERT દ્વારા અપાયેલા જાહેરનામા મુજબ, આ પદો પર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
ઈન્ટરવ્યૂ અલગ-અલગ પદો માટે જુદી-જુદી તારીખે નક્કી કરવામાં આવ્યા છે. ઈન્ટરવ્યૂની તારીખ નીચે જાહેર કર્યા મુજબની છે. ઉમેદવારો એ જોઈને પોતાના પદ માટેની અરજી કરી શકે. સાથે જ ઉમેદવારો જે-તે પદ માટે માંગવામાં આવેલી શૈક્ષણિક લાયકાત તથા અનુભવ સહિતની મહત્ત્વની જાણકારી પણ મેળવી શકે છે.
NCERTએ નક્કી કરેલી ઈન્ટરવ્યૂની તારીખો
એંકર, પ્રોડક્શન આસિસ્ટન્ટ(વિડિયો-ઓડિયો), વિડિયો એડિટર, સાઉન્ડ રેકોર્ડિસ્ટ, કેમરા પર્સન, ગ્રાફિક્સ આસિસ્ટન્ટ-આર્ટિસ્ટ વગેરે માટે અનુક્રમે તારીખ 17, 18, 19, 20, 21 અને 22 માર્ચ-2025ના રોજ ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે.
એંકર (હિંદી અને ઈંગ્લિશ)
ઉમેદવાર પાસે કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ભાષા પર સારી પકડ હોવી જોઈએ. ઈન્ટરવ્યૂ લેવાની કળા આવડવી જોઈએ. સાથે જ હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સારી પકડ ધરાવતા દ્વિભાષી ઉમેદવારોને પ્રાથમિક્તા આપવામાં આવશે.
ગ્રાફિક્સ આસિસ્ટન્ટ-આર્ટિસ્ટ
કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાનમાં ફાઈન આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવી જોઈએ કે પછી વિષયમાં સ્નાતક ઉપરાંત ગ્રાફિક્સ અને એનિમેશન ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. સાથે જ સંબંધિત ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. NCERT દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, વોક-ઈન-ઈન્ટરવ્યૂમાં હાજર રહેનાર ઉમેદવારોએ આ જગ્યાઓને લગતી માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોઈ જવું.
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવી જોઈએ. સાથે જ મિડિયા (ઓડિયો-રેડિયો) પ્રોડક્શનમાં ડિપ્લોમાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અનુભવઃ પ્રતિષ્ઠિત મિડિયા સંસ્થાન-ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ કે તેનાથી ઊંચા પદો પર ઓછામાં ઓછા બે વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત NUENDO કે અન્ય ઓડિયો રેકોર્ડીંગ-એડિટીંગ સોફ્ટવેરનું જ્ઞાન હોવું જોઈએ.