સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ યાને CISF દ્વારા સ્પોર્ટ્સ કોટા અંતર્ગત હેડ કોન્સ્ટેબલ, જનરલ ડયુટી-GDના ખાલીપદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ગત 18મી મેથી શરૂ થઈ ચૂકી છે અને આગામી 6 જૂન, 2025 સુધી ચાલુ રહેવાની છે. યોગ્ય અને ઈચ્છા ધરાવરનાર ઉમેદવારો નક્કી તારીખ સુધીમાં ફોર્મ ભરી શકે છે. યાદ રહે કે ફોર્મ માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાય છે, અન્ય કોઈ પ્રકારે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.


યોગ્યતા અને માપદંડઃ આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્યતાપ્રાપ્ત બોર્ડ-સંસ્થાનમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારે સંબંધિત સ્પોર્ટ્સમાં રાજ્ય-રાષ્ટ્ર-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ.

ઉંમર : હેડ કોન્સ્ટેબલના પદો પર અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ વય 1 ઓગષ્ટ, 2025ને ધ્યાનમાં લેતાં 18 વર્ષ તેમજ મહત્તમ વય 23 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, એટલે કે ઉમેદવારનો જન્મ 2 ઓગષ્ટ, 2002 થી માંડીને 1 ઓગષ્ટ 2007ની વચ્ચે થયો હોવો જોઈએ.

જાતે ફોર્મ ભરો : આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવાર જાતે જ અરજી ફોર્મ ભરી શકે છે. અહીં આપેલા આસાન સ્ટેપ્સ ફોલો કરીને ફોર્મ ભરી શકાય છે. તેને પગલે તમારે કોઈ વધારાનો ચાર્જ પણ ભરવાનો થશે નહીં. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે પહેલાં સત્તાવાર પોર્ટલ cisfrectt.cisf.gov.in/index.php પર જવું. વેબસાઈટના હોમપેજ પર તમને નવા રજીસ્ટ્રેશન માટેની લિંક મળશે, તેના પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવું. ત્યારબાદ નવેસરથી લોગઈન કરીને માંગેલી વિગતો ભરીને ફોર્મ પૂર્ણ કરો. તમને લાગુ ફી ભરો. ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે સલામત રીતે રાખી લો.

ફી કેટલી ભરવાની? : આ અરજી પ્રક્રિયામાં સામાન્ય, OBC તેમજ EWS વર્ગના ઉમેદવારોએ ફી પેટે 100 રૂપિયા ભરવાના રહેશે. ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાય છે. SC, ST અને તમામ મહિલા ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા માટે ફી ભર્યા વિના ફોર્મ ભરી શકે છે.


  • Follow us on: