સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા -SBI-માં ખાસ કેડરના ઓફિસરોના પદે આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયરના પદે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને આગામી 12મી ડિસેમ્બર, 2024 સુધી અરજી કરી શકાશે. જે ઉમેદવારો આ પદો માટે લાયકાત ધરાવતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. યાદ રહે કે ફોર્મ માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે, અન્ય કોઈ રીતે ફોર્મ સ્વીકારાશે નહીં.
યોગ્યતા અને માપદંડ
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પદાનુસાર સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ઈજનેરી બેચલ ડિગ્રી મેળવી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારને સંબંધિત ક્ષેત્રનો અનુભવ પણ હોવો જોઈએ. અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર લઘુતમ 21 વર્ષથી ઓછી કે પછી જે-તે પદાનુસાર મહત્તમ 30-40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉંમરની ગણતરી 1 ઓક્ટોબર, 2024ને ધ્યાનમાં રાખીને કરવી. યોગ્યતા અને માપદંડની અન્ય વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરનામાનો અભ્યાસ કરવો.
ઉમેદવાર જાતે અરજી કરી શકેઃ
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારો પોતે જ અરજી કરી શકે. આ માટે નીચે મુજબ અરજી કરો. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાવ અને વેબસાઈટના હોમપેજ પર કરિયર્સમાં કરંટ ઓપનિંગ્સમાં જાવ. અરજી લિંક પર ક્લિક કરીને ન્યુ રજીસ્ટ્રેશન સેક્શનમાં જઈને માંગેલી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ ઉમેદવારે માંગેલી અન્ય વિગતો, ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરીને અરજી પૂર્ણ કરવી. નિયત ફી ભરીને ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢીને રાખી લેવી.
ફી કેટલી ભરવાની?
આ અરજીની સાથે જનરલ, ઓબીસી અને અન્ય ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવાની રહેશે. SC, ST અને PH વર્ગના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકીંગ વગેરે થકી ભરી શકાશે.