પ્રી-ડિપાર્ચર જરૂરી તૈયારીઓ સાથે રાખવાં પડતાં જરૂરી ડોક્યુમેન્ટ્સઃ
પાસપોર્ટ અને સ્ટડી વિઝાઃ ખાતરી કરો કે તમારો પાસપોર્ટ તમારા રહેવાના સમયગાળાથી ઓછામાં ઓછા 6 મહિના વધુ માન્ય છે.
લેટર ઓફ્ ઇન્ટ્રોડક્શન (સ્ટડી પર્મિટ એપ્રુવલ): IRCC દ્વારા જારી કરાયેલું આ દસ્તાવેજ એરપોર્ટ પર સ્ટડી પર્મિટ મેળવવા માટે જરૂરી છે.
આર્થિક પુરાવાઃ GIC ડોક્યુમેન્ટ્સ, કોલેજ ફીસ પેમેન્ટ રિસીપટ, બેંક સ્ટેટમેન્ટ, અથવા એવા જરૂરી ડોક્યુમેન્ટ્સ.
એડમિશન લેટરઃ કનેડિયન યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરાયેલ એડમિશન લેટર ઓર લેટર ઓફ્ એસેપટન્સ (LOA / PAL).
શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સઃ ટ્રાન્સક્રિપ્ટ, પ્રમાણપત્રો અને પરીક્ષાના પરિણામો.
ટ્રાવેલ અને હેલ્થ ઇન્શ્યોરન્સઃ સામાન્યતઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે યુનિવર્સિટી તરફ્થી વિમા કવર ઓફર થાય છે, તેથી જનરલી, ટ્રાવેલ દરમ્યાન અથવા કોઈ પણ તાત્કાલિક અનિવાર્ય સંજોગો માટે ઇન્શ્યોરન્સ જરૂરી છે..
પેકિંગ માટે જરૂરી વસ્તુઓઃ
કપડાં: કનેડાના તીવ્ર શિયાળાને ધ્યાનમાં રાખી પેકીંગ કરો. ખાસ કરીને નવેમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં આપ કેનેડા ટ્રાવેલ કરવાના હોવ તો ગરમ કપડાં, થર્મલ્સ, મોજા અને વોટરપ્રૂફ્ શૂઝ સાથે રાખો.
ઇલેક્ટ્રોનિક્સઃ લૅપટોપ, મોબાઇલ અને યુનિવર્સલ એડેપ્ટર જરૂરી છે. જો તમે તમારા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ અપગ્રેડ કરવાનાં હોવ તો એ ત્યાં પહોંચીને કરવું સારો વિકલ્પ બની રહેશે.
દવાઓ અને ટોઇલેટરીઝઃ પર્સનલ હેલ્થ માટે જરૂરી દવાઓ અને તેની પ્રિસ્ક્રિપ્શન સાથે રાખો.
ભારતીય ખોરાક અને વાનગીઓઃ નાના પેકેટ્સમાં મસાલા અને થોડા નાસ્તા સાથે રાખો. એરપોર્ટ પાર સ્મૂધ પ્રોસેસ માટે આ તમામ પેકેટ્સ ને લેબલ્ડ રાખશો.
કનેડાની યુનિક પ્રોસેસીસ અને નિયમો
એરપોર્ટ પર પ્રોસેસઃ
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કાઉન્ટરઃ લેન્ડિંગ બાદ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત કાઉન્ટર પર જાઓ. તમારા લેટર ઓફ્ ઇન્ટ્રોડક્શન, પાસપોર્ટ, અને એડમિશન લેટરની ચકાસણી કરવામાં આવશે.
સ્ટડી પર્મિટ ઇશ્યુઅન્સઃ પોર્ટ ઓફ્ એન્ટ્રી પર તમારું સ્ટડી પર્મિટ જારી કરવામાં આવશે. તેની પરની વિગતો જેમકે પાસપોર્ટ નંબર, વેલિડિટી અને વર્ક રિલેટેડ કંડિશન્સ, વગેરે ચકાસવી ભૂલશો નહીં.
કસ્ટમ્સ અને બેગેજ ક્લિયરન્સ
વસ્તુઓ ડિક્લેર કરોઃ ખોરાકની વસ્તુઓ, CAD 10,000 કરતાં વધુ રકમ અથવા અન્ય વસ્તુઓ ડિક્લેર કરો.
રેન્ડમ ચેક્સઃ કોઈ પણ પોર્ટ ઓફ્ એન્ટ્રી પર કસ્ટમ અથવાં ઈમમિગ્રેશન ઓફ્સિર કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નું રેન્ડમ ચેક કરી શકે છે, આવા સમયે, શાંત ચિત્તે કોન્ફ્ડિન્ટ, ક્લિયર અને ઓનેસ્ટ જવાબો આપો.
તીવ્ર શિયાળાની તૈયારી
વિન્ટર કીટઃ થર્મલ બ્લેન્કેટ, ફ્લેશલાઇટ અને નોન-પેરીશેબલ ખોરાક શિયાળામાં ઉપયોગી સાબિત થાય છે.
હવામાન માટેની જાણકારીઃ સ્થાનિક હવામાન વિભાગ સાથે અપરિચિત સ્થિતીઓ માટે તૈયાર રહો.
સરળ મુસાફરી માટે ટિપ્સ
ટ્રાવેલ ટાઈમિંગ પસંદ કરોઃ ટ્રાવેલ ટિકિટ્સ કરાવતી વખતે ઓછા લે ઓવર્સ અને દિવસ દરમ્યાન તમે કેનેડા પહોંચો એવી ટિકિટ ની પસંદગી કરો.
તમારા ડોક્યુમેન્ટ્સઃ તમારાં જરૂરી તમાંમ ડોક્યુમેન્ટ્સ હાથવગાં અને વોટર પ્રૂફ્ ફોલ્ડર માં રાખો.
કનેડિયન સાંસ્કૃતિક નોર્મ્સ સમજવોઃ કલચરલ નોર્મ્સ સમજી તે પ્રમાણે વ્યહવાર કરવો હંમેશા ફાયદામંદ રહે છે.
એપ્લિકેશન્સ ડાઉનલોડ કરોઃ સૌથી ઉપયોગી અને ફાયદાકારક એપ્લિકેશન્સ તમારી પાસે ડાઉનલોડેડ રાખો જેવીકે પબ્લિક ટ્રાન્સપોર્ટ, રાઈડ બુકિંગ અને વેધર ની જાણકારી આપતી એપ્લિકેશન્સ.
એરાઇવલ પછી
બેંક અકાઉન્ટ ખોલવું: GIC અકાઉન્ટ એક્ટિવેટ કરવું અને સ્થાનિક બેંક અકાઉન્ટ સેટ અપ કરવું.
સિમ કાર્ડ ખરીદવું: સ્થાનિક સિમ કાર્ડ લેવું અને યોગ્ય પ્લાન ની પસંદગી કરો.
યુનિવર્સિટી રજીસ્ટ્રેશનઃ ઓરિએન્ટેશનમાં હાજરી આપો અને ઇન્ટરનેશનલ ઓફ્સિમાં રજીસ્ટ્રેશન કરો.
SIN (સોશિયલ ઈન્શ્યોરન્સ નંબર): કનેડામાં કામ કરવા માટે જરૂરી છે - પાર્ટ ટાઈમ જોબ્સ માટે પણ.
સચોટ તૈયારી અને કનેડાના નિયમો સમજવાથી તમારું પ્રવાસ સરળ બનશે અને શૈક્ષણિક જીવન શરૂ કરવા માટેની પ્રથમ પગલું યોગ્ય રીતે ભરાશે.










