એજ્યુસ્કોપના વાચકમિત્રો. કલમ તલવારથી વધારે તાકાતવાન છે, એવું તમે ક્યાંક સાંભળ્યું હશે. ખાસ કરીને UPSCની પરીક્ષા માટે તો આ ખૂબ જ સાચી વાત છે. તમે જેમ જેમ શબ્દો લખતા જાવ છો, તેમ તેમ તે તમને તમારી મંઝીલની નજીક લઈ જશે. UPSC મેઈન્સમાં લેખિત જવાબોને માસ્ટર કરવા માટે તમારે રોજની પ્રેક્ટીસ પર ભાર આપવો પડશે.


ચાલો આપણે આ વાતને વધારે સ્પષ્ટ કરીએ. UPSCના પરીક્ષકોએ સેંકડો પેપરો તપાસવાના હોય છે. તમારા જવાબ એવા હોવા જોઈએ, જે તરત જ તેમનું ધ્યાન ખેંચે, સ્પષ્ટ હોય અને મૂલ્યવાન લાગે. તેથી જ રોજની પ્રેક્ટીસ ખૂબ જ મહત્ત્વની બને છે. રોજ પ્રેક્ટીસ કરવાથી તમારી સ્ટાઈલમાં સુધારો થશે, જવાબનું માળખું સુધરશે અને તમે જવાબો સમયસર લખી શકશો.

સ્ટેપ-બાય સ્ટેપ સમજો

તમે તમારી મેઈન્સની લેખિત સ્કીલને સુધારવા માંગતા હોવ તો તે માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ સમજવાની જરૂર છે. ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તે માટેની તમને પ્રેક્ટીકલ ટીપ્સ આપીશું અને વ્યૂહ પણ સમજાવીશું. તમારા સામાન્ય જવાબોમાં કેવી રીતે ચમક લાવી શકાય, તેની વાત કરીશું.

આ માટે તમારે કેટલીક બાબતો સમજવી. દાખલા તરીકે તમારે જવાબો સ્પષ્ટ અને તર્કબદ્ધ લખવા. માહિતી ઝડપથી અને ચોક્કસપણે યાદ કરવી. લખતી વખતે સમયનું આયોજન કરો.

તમારા જવાબ અસરકારક કેમ બને?

UPSCમાં વિજેતા જવાબો લખવા એ એક કળા છે. મેઈન્સમાં જવાબો લખવા એ સંતુલન સાધવાની સ્કીલ છે.

સ્પષ્ટતાઃ તમે જે અર્થ સમજો છો, તેને સ્પષ્ટપણે વ્યક્ત કરો. ગોળ-ગોળ લખશો નહીં.

માળખું: તમારા જવાબને એક સ્પષ્ટ શરૂઆત-મુખ્ય અંગ અને તારણ સાથે રજૂ કરો.

સામગ્રીઃ દરેક પોઈન્ટને હકીકતો, ઉદાહરણો અને સંલગ્ન થિયરી સાથે સાંકળો.

નિયમિત પ્રેક્ટિસનું મહત્ત્વ

તમે રોજ પ્રેક્ટીસ કરતા રહેશો તો, ઘરમાં જ તમે પરીક્ષા જેવો એક માહોલ તૈયાર કરશો. તમે જટીલ વિષયવસ્તુને તોડીને તેનું માળખું અને દલિલ અસરકારક રીતે સમયસીમામાં રજૂ કરવામાં સફળ થશો. તેનાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે અને પરીક્ષાનો તણાવ હળવો થશે. યાદ રાખજો કે આ માટે તમારે હકીકતોને ગોખવાની જરૂર નથી. બલકે ઘટનાઓ બનવાના ક્રમને સમજીને તૈયાર કરો. દાખલા તરીકે તમે ફેડરેલિઝમ વિશે વાંચતા હોવ તો, એ સમજો કે ભારત માટે એ કેવી રીતે મહત્ત્વનું છે. આવી ઊંડી સમજ તમને વધુ સારી રીતે જવાબ લખવામાં મદદ કરશે.

ચોક્કસ ભાષામાં લખો : UPSCમાં જવાબો લખવા માટે કેવી ભાષા અસરકારક હોય છે, તે જાણી લો. પ્રેક્ટીસમાં સાતત્ય જરૂરી છે. તેનાથી તમારી જવાબ લખવાની શૈલી વધારે શુદ્ધ બનશે. UPSCને જવાબોની એક પોતાની ભાષા હોય છે. આ સારી રીતે શીખવા માટે અગાઉના વર્ષોના પેપર્સ સોલ્વ કરતા જાવ. કયા પ્રકારના જવાબની અપેક્ષા રખાતી હોય છે, એ જૂઓ. કેટલા લાંબા જવાબ લખવા જોઈએ, અને તમારા વિચારોને પ્રગટ કરવા માટે જવાબોને કેવી રીતે લખવા જોઈએ, તેના પર ધ્યાન આપો.

શું કરવું ?

ટૂંકમાં, તમારે ગોળ-ગોળ લાંબા જવાબોને બદલે સ્પષ્ટ-ટૂંકા જવાબ લખવા. જવાબો હેડીંગ અને બુલેટ્સ સાથે લખવા. હકીકતો અને દાખલા સાથે સંતુલિત દલિલો કરવી. સમગ્ર જવાબ દરમિયાન એક ઔપચારિક સૂર રાખવો. જવાબના અંતે એક ટૂંકું સમાવેશી નિર્ણાયક પોઈન્ટ સાથેનું તારણ લખવું.


  • Follow us on: