USAમાં ભણવાનું સપનું આજે અનેક યુવાઓ માટે આશાના દરવાજા ખોલે છે. શ્રોષ્ઠ યુનિવર્સિટીઝ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને એક નવી દિશામાં જીવન ઘડવાની તક. પણ એ સપનાને સાકાર કરવાનાં રસ્તામાં કેટલીક એવી બાબતો છે કે જેની અવગણના જોખમી થઇ શકે છે. તાજેતરમાં ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરેશાનીઓનો સામનો કરવો પડયો છે. એટલી હદ સુધી કે કેટલાકને તો દેશનિકાલ (ડિપોર્ટ) કરવામાં આવ્યા છે.


આથી, તમે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે USAમાં છો, અથવાં જવાનું પ્લાન કરો છો, તો આ લેખ વાંચી લેજો, કેમ કે ક્યારેક *મને ખબર નહોતી* એવો તમારો એટીટયુડ તમારાં સપનાઓ અને કરિયર માટે જોખમી ઊભું કરી દેશે.

1. સંપૂર્ણ સમય માટે અભ્યાસ ચાલુ રાખવો ફરજિયાત છે

F-1 વિઝા ધરાવનાર વિદેશી વિદ્યાર્થીઓએ દરેક સેમેસ્ટર દરમ્યાન ફુલ ટાઈમ અભ્યાસમાં રજીસ્ટર્ડ રહેવું જરૂરી છે. તમારાં કોર્સ અથવાં સ્ટુડન્ટ સ્ટેસ્સ રિલેટેડ કોઈ પણ વસ્તુ ની DSO (Designated School Official) ની પરમિશન બહાર ના કરશો.

2. ટ્રાફ્કિના નિયમોનું પાલન કરો

સ્પિડીંગ, રેડ લાઇટ કટ કરવી કે પગપાળા જનારાને જગ્યા નહીં આપવી જેવી બાબતો અમેરિકામાં ગંભીર માનવામાં આવે છે. ટ્રાફ્કિ ટિકિટ અને ગંભીર કેસમાં લાયસન્સ રદ થઈ શકે છે, અને લાંબા ગાળે કારકિર્દી પર પણ અસર થાય છે.

 3. ડ્રિંક એન્ડ ડ્રાઇવ - ચેતવણી સાથે

USAમાં પીને વાહન ચલાવવું એટલે સૌથી ગંભીર ગુનાઓમાંનો એક. નાનો પણ એલ્કોહોલ લેવલ દંડ, જેલ અને વિઝા રદ્દ થવા સુધી લઈ જઈ શકે છે. પાર્ટી હોય ત્યારે કેબ, ટ્રાન્સપોર્ટ કે sober ડ્રાઈવરને પસંદ કરો.

4. ગેરકાયદેસર નોકરીઓથી દૂર રહો

બેનામ કે કેશ આધારિત નોકરીઓ તમને આકર્ષક લાગશે, પણ એ તમારા વિઝા માટે જોખમકારક છે. કાયદેસર રીતે ફ્ક્ત CPT/OPT હેઠળ અથવા કેમ્પસની અંદર કામ કરી શકાય છે. DSO ની સલાહ વગર કોઈ નોકરી શરૂ ન કરો.

5. ક્રેડિટ કાર્ડ કે સબ્સ્ક્રિપ્શન લેતી વખતે જાગૃત રહો

ઘણા વિદ્યાર્થીઓ ક્રેડિટ કાર્ડ, ફોન પ્લાન કે ગ્દીંકઙ્મૈટ જેવા સબ્સ્ક્રિપ્શન લઈ લે છે અને પછી પેમેન્ટમાં ગાબડું પડે છે. આપની ફાઇનાન્સિયલ સ્થિતિ પ્રમાણે જ કમિટ કરો, નહીંતર ક્રેડિટ સ્કોર અને કાનૂની મુદ્દાઓ ઊભા થાય.

6. રહેણાંકના નિયમો સમજીને જ રહેવું

ડૉર્મ કે અપાર્ટમેન્ટ હોય, એમના નિયમોનો ભંગ ન કરો. બિનઅનુમતિ મહેમાનો કે સબલેટિંગ પર પ્રતિબંધ હોય શકે છે. લીજ એગ્રિમેન્ટ વાંચો અને સમજ્યા વગર કોઈ પગલાં ન લો.

7. શૈક્ષણિક ગેરવહીવટ ટાળો

કૉપિંગ અમેરિકામાં ગંભીર ગુનો માનવામાં આવે છે. તમે અસાઈન્મેન્ટ લખતાં પહેલાં શું માન્ય છે અને શું નહિ, તે જાણી લો. ઝડપાતા સસ્પેન્શન કે રસ્ટિકેટ થવા સુધીની અસર થઈ શકે છે.

8. સંસ્કૃતિ અને કાનૂની સરહદોને માન આપો

વ્યક્તિગત અવકાશ, સંમતિ અને જાહેર વર્તન અંગેના નિયમો ભારત કરતા સંપૂર્ણ અલગ છે. જે એક વિનોદ કે સામાન્ય વાત અહીં હોય, તે ત્યાં હેરેસમેન્ટ માની શકાય છે. સમજદારી રાખો અને બીજાનું માન રાખો.

9. કેમ્પસના રિસોર્સનો લાભ લો

કોન્સેલિંગ, કેરિયર સર્વિસ, ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ ઓફ્સિ વગેરે તમારી મદદ માટે હાજર છે. એકલા ન અનુભવો, સહાય માંગવામાં શરમ ન કરો.

10. ભારતીય મિત્રમંડળ બહાર પણ નેટવર્ક બનાવો

તમારા જેવા સ્ટૂડન્ટ્સ સાથે હોવું સહજ છે, પણ અન્ય દેશના મિત્રો બનાવવાથી ભાષા સુધરે, વિઝન પહોળું બને અને નવો આત્મવિશ્વાસ મળે.

અંતિમ વિચારઃ

USAમાં અભ્યાસ કરવો એ એક સફર છે, પણ એ સફરમાં નિયમોનું પાલન સૌથી મોટું સાધન છે. જાણકારી રાખો, જવાબદારીપૂર્વક વર્તો અને તમારા સપનાની આ ઊંચી ઉડાનને સુરક્ષિત બનાવો. કેમ કે એક નાનું ભૂલ કદાચ તમારું ભવિષ્ય બદલાવી શકે.


  • Follow us on: