J&K: બાંદીપુરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઢાળી દેવાયો - Sandesh
  • Home
  • India
  • J&K: બાંદીપુરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઢાળી દેવાયો

J&K: બાંદીપુરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઢાળી દેવાયો

 | 9:27 am IST

ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે બાંદીપુરાના અરગામ ગામડામાં આંતંકીઓની હાજરીને લઈને ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને એક સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું.

તેમણે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન જેવા સુરક્ષાદળના જવાનોએ શોધ શરૂ કરી કે છૂપાયેલા આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ કર્યું. ત્યારબાદ અથડામણ શરૂ થઈ અને અત્યાર સુધી આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. અધિકારીના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોએ અથડામણના સ્થાનેથી એક હથિયાર પણ જપ્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને આ અંગે વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે.

માર્યા ગયેલા આતંકીની ઓળખ અને તેના સંગઠન વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે રવિવારે 18મી સપ્ટેમ્બરે સરહદપારથી આવેલા ચાર પાકિસ્તાની આતંકીઓએ ઉરીના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 18 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ મંગળવાર અને બુધવારે પાકિસ્તાન તરફથી સીઝફાયરનો ભંગ થયો અને ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપીને 10 આતંકીઓનો ખાત્મો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન