England cricket fan proposes on big screen during Pakistan match
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ વચ્ચે છોકરાએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, પછી થયું કંઇક આવું

Video: ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ વચ્ચે છોકરાએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, પછી થયું કંઇક આવું

 | 8:45 am IST
  • Share

ઇંગલેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે T20 સીરીઝની ત્રીજી મેચ ચાલી રહી હતી. પાકિસ્તાની બેટસમેન મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ પ્રેક્ષકો ટીવી સ્ક્રીન પર જોઇ રહ્યા હતા. કેમેરામેન અને કોમેન્ટેટર્સનું સંપૂર્ણ ફોકસ ઘૂંટણિયે ટેકવી ઉભેલા છોકરા પર હતું, જે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો. દર્શક જ નહીં કોમેન્ટેટર્સ પણ એક-એક પળને એન્જોય કરી રહ્યા હતા. આખરે છોકરાએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી જ દીધું.

છોકરીએ પણ ‘હા’ કહેતા જ વીંટી પહેરી લીધી. કોમેન્ટેટર્સ પણ કપલની ખુશીમાં સામેલ થયા. ખાસ કરીને ડેવિય લોયડે તો આખી કોમેન્ટ્રી કરી. તેમણે પ્રપોઝલનું વિસ્તરણ કોમેન્ટ્રીમાં આપ્યું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ દિલ જીતનાર મોમેન્ટનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું – Decision Pending… She said YES! Phil and Jill!

મેચની વાત કરીએ તો લેગ સ્પિનર આદિલ રાશિદની કેરિયરની સર્વેશ્રેષ્ઠ બોલિંગથી ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ T20 મેચમાં પાકિસ્તાનને ત્રણ વિકેટથી હરાવીને ત્રણ મેચોની સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. રાશિદે 35 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરતાં 6 વિકેટ પર 154 રનનો સ્કોર ખડકી દીધો.

ઇંગ્લેન્ડને જેસન રૉય (36 બોલમાં 64 રન)એ તોફાની શરૂઆત કરાવી પરંતુ ત્યારબાદ ટીમે નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવી. આઠમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલ ક્રિસ જોર્ડન (નોટઆઉટ 4)એ બે બોલ અને ત્રણ વિકેટ પર બાકી રહેલા વિજયી રન બનાવ્યા. ઇંગ્લેન્ડ 19.4 ઓવરમાં સાત વિકેટ પર 155 રન બનાવીને જીત નોંધાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન