• માલવી મલ્હોત્રાએ વિક્રમ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા
  • વિક્રમ ભટ્ટ પ્રોડક્શન સાથે કૃષ્ણા ભટ્ટ દ્વારા નિર્દેશિત ગીત માટે કામ કર્યું
  • વિક્રમ ભટ્ટને પૈસાની ચૂકવણી માટે ફોન કર્યો તો જવાબ ન આપ્યો:માલવી

તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી માલવી મલ્હોત્રાએ વિક્રમ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં જન્મેલા માલવીએ 2017માં હિન્દી ટીવી સીરિયલ 'ઉડાન'થી અભિનયની શરૂઆત કરી હતી. માલવીનું કહેવું છે કે વિક્રમ ભટ્ટે તેને મ્યુઝિક વિડિયોમાં કામ કરાવવા માટે આપ્યું હતુ પરંતુ હજુ સુધી પૈસા ચૂકવ્યા નથી. અભિનેત્રીએ ફિલ્મ નિર્માતાના બેનર હેઠળ મ્યુઝિક વિડિયો 'બરબાદ કર દિયા તેરે પ્યાર ને'માં કામ કર્યું હતું જેનું નિર્દેશન તેની પુત્રી કૃષ્ણા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

માલવી મલ્હોત્રાનો આરોપ છે કે જ્યારે તેણે વિક્રમ ભટ્ટને પૈસા માટે ફોન કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો ન હતો. સોમવારે માલવીએ આ સંબંધમાં સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 'ગયા વર્ષે મેં વિક્રમ ભટ્ટ પ્રોડક્શન સાથે કૃષ્ણા ભટ્ટ દ્વારા નિર્દેશિત ગીત માટે કામ કર્યું હતું. ગીતનું નામ હતું 'બરબાદ કર દિયા'. હું તે દિવસોમાં સાઉથમાં મારી એક ફિલ્મના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હતી પરંતુ વિક્રમ ભટ્ટ ઈન્ડસ્ટ્રીનું એક નામ છે અને જ્યારે તેણે તેના પ્રોડક્શન સાથેનું ગીત કરવા માટે મારો સંપર્ક કર્યો તો મેં મારા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢ્યો હતો. હું આ તક ગુમાવવા માંગતી ન હતી અને મેં તેમના પર વિશ્વાસ કર્યો હતો.

વિક્રમ ભટ્ટને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ ન આપ્યો:માલવી

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'શૂટિંગ પછી મેં તેને બાકી પૈસા ચૂકવવાની રસીદ મોકલી હતી પરંતુ તેણે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ જ્યારે વિનસ પ્રોડક્શન કંપનીએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ ગીત રિલીઝ કરી રહ્યાં છે અને હું તેને પ્રમોટ કરવા ઈચ્છું છું ત્યારે મેં ફરીથી તેમને મારી ચુકવણી માટે પૂછ્યું. પરંતુ આ વખતે પણ મને કોઈ જવાબ મળ્યો નથી. થોડા મહિનાઓ બાદ વિક્રમ ભટ્ટે મને તેમની આગામી ફિલ્મમાં કામ કરવા કહ્યું પરંતુ મેં તેમની ઓફર ઠુકરાવી દીધી હતી. એક કલાકાર તરીકે અમને સન્માન અને અમારી ચૂકવણી બંનેની જરૂર છે અમે અમારી મહેનત માટે તેને લાયક છીએ. હું આ બધું એટલા માટે કહી રહ્યી છું કારણ કે હું નથી ઈચ્છતી કે અન્ય કોઈ અભિનેતા કે કલાકાર સાથે આવું થાય.

ક્રિષ્ના ભટ્ટે કહ્યું- હું આ વિશે કંઈ જાણતી નથી

જ્યારે ક્રિષ્ના ભટ્ટને માલવી મલ્હોત્રાના આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેના પર પોતાનું સ્ટેન્ડ આપ્યું હતું. કૃષ્ણાએ કહ્યું હતું કે, 'મને આ વિશે કોઈ માહિતી નથી. માલવીએ શું કહ્યું છે તેની મને ખબર નથી. તેથી હું આ આરોપો પર કંઈપણ કહેવા માંગતો નથી.


  • Follow us on: