• સ્વરા ભાસ્કરે રાજનેતા ફહાદ સાથે કર્યા લગ્ન
  • લગ્ન બાદ સ્વરા ભાસ્કર થઇ બરાબરની ટ્રોલ
  • થોડાક દિવસ પહેલા પતિને કહ્યો હતો ભાઇ!

સ્વરા ભાસ્કરે તેના લગ્નની જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું. અભિનેત્રીએ એક પોસ્ટમાં જણાવ્યું કે તેણે રાજનેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. દંપતીએ 16 ફેબ્રુઆરીએ તેમના લગ્નની નોંધણી કરી અને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે ખાસ પ્રસંગની ઉજવણી કરી. હવે સ્વરાનું એક જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે તેના પતિ ફહાદને ભાઈ કહીને સંબોધ્યા હતા.
https://twitter.com/ReallySwara/status/1626177839153418241

સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા
2 ફેબ્રુઆરી, 2023 ના રોજ, સ્વરા અને ફહાદ વચ્ચે ટ્વિટર પર હળવી નોકઝોક થઇ હતી. તે ફહાદનો જન્મદિવસ હતો અને સ્વરાએ સમાજવાદી પાર્ટીની યુવા પાંખ સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વરાએ ટ્વીટમાં લખ્યું, 'હેપ્પી બર્થડે ફહાદ મિયાં! ભાઈ તમારો આત્મવિશ્વાસ બરકરાર રાખો, ફહાદ અહેમદ ખુશ રહો, સેટલ થઈ જાઓ.. તમે વૃદ્ધ થઈ રહ્યા છો, હવે લગ્ન કરો! તમારો જન્મદિવસ અને વર્ષ સરસ રહે, મિત્ર.

ફહાદને ભાઈ કહ્યું
જેના જવાબમાં ફહાદે કહ્યું, "શુક્રિયા જર્રાનવાજી કા દોસ્ટ ભાઇ કે કોન્ફિડેન્સને ઝંડે ગાડે હૈ વો તો બરકરાર રહના જરૂરી હૈ ઔર હા, તુમને વાદા કિયા થા તુમ મેરી શાદીમે આગો તો વક્ત નિકાલો...લડકી મૈંને ઢુંઢ લી હૈ...!

2 ફેબ્રુઆરીનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે
સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યમાં છે કે જ્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો તો પછી તેઓ ઈન્ટરનેટ પર એકબીજાને ભાઈ-બહેન કેમ કહી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, 'ભૈયા સે સીધા સૈયાં,' જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી, 'અરે તુમ દોનો તો ભાઈ બેહન થે ના.' અન્ય યુઝરે કહ્યું, "મતલબ કે ખીચડી પહેલેથી જ કૂકરમાં હતી...પાકી હવે છે...અભિનંદન."