- વિવેક અગ્નિહોત્રી બનાવશે નવી ફિલ્મ
- પાર્ટ 2નું નામ છે દિલ્લી ફાઈલ્સ અને તે 2024 માં આવશે
- કશ્મીર ફાઈલ્સે 250 કરોડથી વધુ રેકોર્ડતોડ કમાઈ કરી
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી કશ્મીર ફાઈલ્સ પછી છવાઈ ગયા છે . ફિલ્મમાં કશ્મીરી પંડિતોની જેનોસાઈડ અને કશ્મીરથી પલાયન લોકોની કહાની બતાવી છે. હવે તેમણે કહ્યું છે કે તેઓ કશ્મીર ફાઈલ્સ 2 લાવી રહ્યા છે.
ક્યારે આવશે કશ્મીર ફાઈલ્સ 2?
વિવેક અગ્નિહોત્રીએ Tweet કરીને કહ્યું છે કે લોકો એમને કશ્મીર ફાઈલ્સ 2 વિશે પૂછી રહ્યા છે. તેમણે લખ્યું કે 'ઘણા આતંકી સંગઠનો, પાકિસ્તાની, કોંગ્રેસ, AAP અને અર્બન નક્સલ મને કશ્મીર ફાઈલ્સ 2 વિશે પૂછે છે, હું પ્રોમિસ કરું છું કે હું નિરાશ નહીં કરું,પાર્ટ 2નું નામ છે દિલ્લી ફાઈલ્સ અને તે 2024 માં આવશે.
કયા વિષય પર હશે નવી ફિલ્મ ?
પોતાની નવી ફિલ્મને લઇ વિવેક અગ્નિહોત્રીએ થોડા સમય પહેલા જ વાત કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલ્હી ફાઈલ્સ,1984 ના બ્લેક ચેપ્ટર પર આધારિત હશે. આ ફિલ્મમાં તમિલનાડુ વિશે પણ ઘણું બતાવવામાં આવશે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું ભારતના ઇતિહાસમાં 1984 એક કાળો અધ્યાય છે. પંજાબમાં જે રીતે આતંકવાદની સ્થિતિને હેન્ડલ કરવામાં આવી હતી તે માણસાઈની વિરુદ્ધ હતું, આ માત્ર વોટ બેંકનું પોલીટીકસ હતું અમે પંજાબમાં કોંગ્રેસ પાર્ટીએ આતંકવાદની ખેતી કરી. સાથે જ તેમણે કહ્યું આ ફિલ્મ દિલ્લી વિશે નથી પણ દિલ્લી આટલા વર્ષોથી કેવી રીતે 'ભારત'ને બરબાદ કરે છે તે વિશે છે. કોણે દિલ્લી પર રાજ કર્યું , મુઘલ રાજાઓથી લઈને બ્રિટીશ અને મોર્ડન સમયના લોકોએ કેવી રીતે બરબાદી કરી. ઈતિહાસ સબુત અને તથ્યો પર આધારિત હોય છે. ભારતમાં પ્રોબ્લેમ એ છે કે લોકો ઈતિહાસને બીજાની વાતો અથવા રાજનીતિ એજન્ડાના હિસાબથી જુએ છે.
બોક્સ ઓફિસ પર કર્યો હતો કમાલ
વિવેકની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' ની વાત કરું તો એ કશ્મીરી પંડિતના દર્દો અને તકલીફો પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ભારતના દર્શકોને ખુબ પસંદ આવી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી. ઓછા બજેટમાં બનેલી કશ્મીર ફાઈલ્સે 250 કરોડથી વધુ રેકોર્ડતોડ કમાઈ કરીને લોકોને ચોંકાવી દીધા હતા.