- ટિસ્કા ચોપરાનો બોલ્ડ અંદાજ વાયરલ
- 48 વર્ષની ટિસ્કાનો બિકીનીનો ફોટો વાયરલ
- ટિસ્કા રેગ્યુલર યોગા અને કસરત કરતી હોય છે
તારે જમીન પર ફિલ્મમાં ઈશાનની માતાની ભૂમિકા ભજવનાર ટિસ્કા ચોપરાએ તેની લેટેસ્ટ બિકીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ગુલાબી રંગની મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે. તસવીરો શેર કરતાં ટિસ્કા ચોપરાએ લખ્યું, 'રવિવારની સવારની સાચી શરૂઆત. આજના વર્કઆઉટ માટે તમારો શું પ્લાન છે? આ સિવાય તેણે તેમાં ઘણા હેશટેગ્સ પણ મૂક્યા છે.
ટિસ્કા ચોપરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
ટિસ્કા ચોપરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.તેને 3 કલાકમાં લગભગ 39 હજાર લાઈક્સ મળી છે. જ્યારે તેના પર સાડા 500થી વધુ કોમેન્ટ્સ આવી છે. મમ્મી અદ્ભુત છે,તમે બિકીનીમાં સુંદર લાગો છે તેવી કમેન્ટ્સ પણ આવી છે.
ટિસ્કા ચોપરા ટૂંક સમયમાં ફિલ્મ દહનમાં જોવા મળશે
ટિસ્કા ચોપરા એક ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તે ટૂંક સમયમાં ફિલ્મ દહનમાં જોવા મળશે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 સપ્ટેમ્બરથી રિલીઝ થશે. સૌરભ શુક્લા પણ એમાં મહત્વની ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છેેે.
ટિસ્કા તારે જમીન પરમાં ઈશાનની માતાની ભૂમિકામાં હતી
ટિસ્કા ચોપરા આમિર ખાનની ફિલ્મ તારે જમીન પરમાં પણ ઈશાનની માતાના રોલમાં જોવા મળી છે.તેનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ટિસ્કા ચોપરા આ પહેલા પણ તેના સ્વિમિંગ પૂલ પરથી બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. ફિલ્મોએ બૉક્સ પર રેકોર્ડ તોડ બિઝનેસ કર્યો છે.