• ગોવાના આહલાદક વાતાવરણમાં 8 દિવસ ચાલશે IFFI-2023 
  • અનેક દિગ્ગજ કલાકારો આગામી દિવસોમાં લેશે ફેસ્ટિવલમાં ભાગ 
  • ધકધક ગર્લ માધુરી દીક્ષિતને IFFI-2023માં અપાયું વિશિષ્ટ સન્માન 

ગોવાના આહલાદક દરિયાકિનારાની વચ્ચે 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ 8 દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન કરીને શરૂઆત કરવી છે.

[[$googlead]]

8 દિવસ ચાલશે ફિલ્મ ફેસ્ટિવલ

[[$alsoread]]

IFFI 2023 ગોવામાં 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન આઠ દિવસ સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં દુનિયાભરના ફિલ્મમેકર્સ ભાગ લેશે. ઈવેન્ટના ઓપનિંગ સેરેમનીમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં કલાકારોથી માંડીને ફિલ્મ નિર્માતાઓ અને ગાયકો સુધીના મહેમાનોની લાંબી યાદી સામેલ છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય આકર્ષણ શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, શ્રિયા સરન, નુસરત ભરૂચા, પંકજ ત્રિપાઠી, શાંતનુ મોઇત્રા, શ્રેયા ઘોષાલ અને સુખવિંદર સિંહ રહ્યા હતા. તો, આ ભવ્ય સમારોહને અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ હોસ્ટ કર્યો હતો.

સલમાન ખાન, એઆર રહેમાન સહિત કલાકારો આપશે હાજરી

આ ઉપરાંત, સલમાન ખાન, એઆર રહેમાન, અનુપમ ખેર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિદ્યા બાલન, અદિતિ રાવ હૈદરી, નીના ગુપ્તા અને પંકજ ત્રિપાઠી સહિત ઘણા કલાકારો આગામી દિવસોમાં IFFI 2023માં હાજરી આપશે.

ફિલ્મ ફર્રેનું પ્રીમિયર યોજાયું

સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ ફર્રેનું ટ્રેલર રિલીઝ થયું હતું. થિએટ્રીકલ રીલીઝ પહેલા IFFI 2023માં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું. ફર્રેએ પરીક્ષા ચીટિંગ રેકેટ પર આધારિત ફિલ્મ છે, જેનું નિર્દેશન સૌમેન્દ્ર પાધી દ્વારા કરવામાં આવ્યું છે.

માધુરી દીક્ષિતને મળ્યું ખાસ સન્માન

બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતને 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'આજે અમે એ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ કે પ્રતિભાશાળી અને પ્રભાવશાળી અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે.


  • Follow us on: