ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારે બંનેના લગ્નના સમાચાર સાંભળીને તેમના ફેન્સમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મલ્હાર ઠાકરની ખાસ ફ્રેન્ડ આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે.
આ ફિલ્મમાં સાથે કર્યું છે કામ
તત્સત મુનશી અને આરોહી પટેલે 'ઓમ મંગલમ સિંગ્લમ' ફિલ્મ અને વેબસિરીઝ 'નોન-આલ્કોહોલિક બ્રેકઅપ'માં સાથે કામ કરેલું છે. આ સિવાય આ બંને અવારનવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીના રિસેપ્શન ફંક્શનમાં તત્સત મુનશી અને આરોહી પટેલે પેપ્સ સામે એકસાથે પોઝ આપ્યા હતા.
જાણો ક્યારે બન્યા મિત્ર
તત્સત મુનશી અને આરોહી પટેલ વેબ સિરીઝ નોન-આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા હતા અને ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના શૂટિંગ પછી અમારી મિત્રતા વધુ મજબૂત બની હતી.
ટોમ એન્ડ જેરી જેવી મિત્રતા
તત્સત મુનશી અને આરોહી પટેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'અમારી ફેમિલી અમને ટોમ એન્ડ જેરી કહે છે, અમારી મિત્રતા તેમના જેવી છે. આ સિવાય બંનેને વીડિયો ગેમ્સ, મસાલા મૂવીઝ ખૂબ જ ગમે છે.
https://www.instagram.com/p/DC543krPgJ7/?igsh=MW53cW1mcm5va3pjeg%3D%3D
પોસ્ટના કેપ્શને ખેંચ્યું ફેન્સનું ધ્યાન
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ડીસીપેપ્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને આ પોસ્ટ શેર કરતાં લખવામાં આવ્યું છે કે #majaniwedding પર એક એવી અફવાઓ હતી કે આ બે કલાકારો એટલે કે આરોહી પટેલ અને તત્સત મુનશી ટૂંક સમયમાં જ લગ્ન કરશે! આ સાથે હાર્ટ ઈમોજી શેર કરવામાં આવ્યું છે. આ સિવાય લખવામાં આવ્યું છે કે જો આ સાચું હોય તો વધુ માહિતી અને વધુ એક મોટી સેલિબ્રિટીના લગ્નની રાહ જોવી!
ફેન્સે આપી પ્રતિક્રિયા
આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે 'અમે જાણતાં હતાં'. બીજા યુઝરે લખ્યું છે કે 'સરસ'. આ સિવાય એક યુઝરે લખ્યું છે કે '100% પણ હજુ ટાઈમ છે આરોહી પટેલ. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે 'મલ્હાર ઠાકરે આ પોસ્ટ લાઈક કરી છે એટલે આ સમાચાર સાચા જ છે'. આ સિવાય અન્ય યુઝર અનેક ઈમોજી શેર કરી પ્રેમ વરસાવી રહ્યા છે.