• રવિવારે અર્પિતાની પાર્ટીમાં ઉમટી પડ્યું બોલિવૂડ
  • દિવાળીના તહેવારની જોરશોરથી ઉજવણી કરાઈ
  • સેબેલ્સે કેમેરા સામે આપ્યા મસ્ત પોઝ

રવિવારના રોજ દેશભરમાં રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર બોલિવૂડમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. તહેવારના ઘણા દિવસો પહેલા પાર્ટી અને સેલિબ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પહેલા મનીષ મલ્હોત્રાએ પાર્ટી હોસ્ટ કરી, પછી રમેશ તૌરાની અને સારા અલી ખાને. દિવાળીના અવસર પર સલમાન ખાનના ભાભી આયુષ શર્મા અને અર્પિતાએ રવિવારે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સલમાન ખાન અને શાહરૂખ ખાન જોરદાર લુકમાં જોવા મળ્યા હતા. તેમના સિવાય અન્ય ઘણા સ્ટાર્સે પણ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

રવિવાની શામ શાનદાર

[[$googlead]]

રવિવાર સલમાન ખાન માટે ખૂબ જ ખાસ દિવસ હતો. આ દિવસે તેની ફિલ્મ 'ટાઈગર 3' સિનેમાઘરોમાં આવી હતી. દરમિયાન, દિવાળીના અવસર પર, અભિનેતાએ તેની બહેનના ઘરે આયોજિત પાર્ટીમાં ખાસ અંદાજમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પાપારાઝી માટે થોડા ગુસ્સામાં હોય એવા પોઝ આપ્યા હતા. બ્લેક શર્ટ અને ટ્રાઉઝરમાં સલમાન ખાન ખૂબ જ સુંદર લાગતો હતો. આ પાર્ટીમાં કિંગ ખાન પણ આવ્યા હતો. એની એન્ટ્રી જોરદાર રહી હતી. કારમાંથી ઊતરીને તે સીધો પોતાની પાર્ટીને એન્જોય કરવા માટે જતો રહ્યો હતો. આ પાર્ટીમાં ભાગ લેવા માટે મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર પણ આવી પહોંચી હતી. તે પોતાના પરિવાર સાથે આવી હતી.

[[$alsoread]]

પાર્ટી યુહી ચલેગી

આ સિવાય હુમા કુરેશી આ પાર્ટીમાં શાનદાર લૂકમાં જોવા મળી હતી. જ્યારે રકુલપ્રિતસિંહ પીળા કલરના આઉટફિટમાં જોવા મળી હતી. સઈ અને હુમાએ કેમેરા સામે મસ્ત મસ્ત પોઝ આપ્યા હતા. જ્યારે અર્જુન કપૂરની બહેર અંશુલાએ ટ્રેડિશનલ વેર પહેર્યા હતા. અર્પિતાએ એક નાનકડા બ્રેક બાદ આ પાર્ટી આપી હતી. સૌથી વધારે ચર્ચામાં રહેલો ઓરી બોય પણ આ પાર્ટીમાં આવ્યો હતો. જ્યારે શમિતા શેટ્ટી ઓરન્જ કલરના સ્લીવલેસ આઉટફિટમાં જોવા મળી હતી. એને પણ કેમેરા સામે મસ્ત પોઝ આપ્યા હતા. જ્યારે ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવન મસ્તી મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. જ્યારે તેઓ કારમાંથી ઊતર્યા ત્યારથી સ્માઈલ આપી રહ્યા હતા.


  • Follow us on: